કાનપુરમાં આવેલ બિકરું ગામમાં પોલીસ સાથેની શૂટઆઉટની હિચકારી ઘટનાનો મુખ્ય સૂત્રધાર વિકાસ દૂબે ઘટનાનાં 4 દિવસ બાદ પણ પોલીસને પકડમાં નહીં આવતા ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રોષે ભરાયા છે. તેમણે કોઈપણ રીતે વિકાસ દુબેને પકડી લાવવા માટે યુપી પોલીસને એક સપ્તાહનું અલ્ટિમેટમ આપ્યું છે. 8 પોલીસ કર્મચારીઓની નિર્મમ હત્યા કરનાર દુબેને પકડવા માટે UP સરકારે તેના માથા પરનું ઇનામને વધારી રૂ.2.50 લાખ કર્યું છે. કાનપુર શૂટઆઉટની કાર્યવાહી માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
40 પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ દ્વારા કુલ 900 જવાનોની જુદી-જુદી કુલ 60 ટીમ બનાવીને 75 જિલ્લાને એલર્ટ કરીને કાર્યવાહી ચાલી રહી છે. વિકાસ ભાગીને મધ્યપ્રદેશમાં છુપાયો હોવાની માહિતી મળી છે. બીજી શક્યતા નેપાળ ભાગી ગયાની છે, આથી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
વિકાસ દુબેને દરોડાની માહિતી આપનાર ચૌબેપુર પોલીસ મથકનાં ૩૦થી પણ વધારે કર્મચારીઓ ફૂટેલા હતા. એક પોલીસ અધિકારી વિનય તિવારીને સસ્પેન્ડ કરાયા બાદ ઘટનામાં સંકળાયેલા વધુ ૩ પોલીસને પણ સસ્પેન્ડ કરાયા છે. જેમાંથી 2 સબ-ઈન્સ્પેક્ટર કુંવર પાલ તથા કે. કે. શર્મા અને એક કોન્સ્ટેબલ રાજીવનો પણ તેમાં સમાવેશ થાય છે.
યોગી સરકારે STF દ્વારા 2017માં વિકાસ દુબેની પૂછપરછ કરવામાં આવી હતી. હત્યાનાં કેસની આ વાર્તાલાપમાં વિકાસે ભાજપનાં 2 ધારાસભ્યો ભગવતી પ્રસાદ સાગર અને અભિજિતસિંહ સાંગાનાં પણ નામ લીધા હતા. STFનો આ વીડિયો વાયરલ થતા હડકંપ મચી ગયો છે.
જિલ્લાપંચાયતની ચૂંટણીમાં એક વ્યક્તિની હત્યામાં વિકાસનું નામ સામે આવ્યું હતું, જેમાં વિકાસે ભાજપનાં ધારાસભ્યોનાં દોરીસંચારના વટાણા પણ વેર્યા હતા. જો, કે બંને ધારાસભ્યોએ આ ઘટનામાં તેમને ખોટી રીતે સામેલ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો કરીને વિકાસનાં આક્ષેપોને પણ ફગાવ્યા હતા.
પોલીસ થાણાથી વિકાસને દરોડાની જાણકારી આપતો ફોન આવ્યો હતો. ત્યારબાદ વિકાસે ફોનમાં જણાવતા કહ્યું હતું, કે આવવા દો… એક-એકને કફનમાં મોકલી દઈશ. વિકાસનાં સાથી દયાશંકર એટલે કે કલ્લુનાં જણાવ્યા અનુસાર પોલીસનાં દરોડાની જાણકારી મળ્યા પછી વિકાસે હથિયારો સાથેનાં 30 શાર્પશૂટરોને તેની મદદ માટે બોલાવ્યા હતા. વિકાસ દુબેની વિરુદ્ધ જુદા-જુદા કુલ 71 કેસ થયેલા છે.1993થી તે ગુના કરતો આવ્યો છે.
દયાશંકરે જણાવતાં કહ્યું હતું કે, પોલીસ સાથેની મૂઠભેડ બાદ વિકાસ અને તેનાં 8 સાથી કાર લઇને ભાગી ગયા હતા.દરમિયાન રવિવારે મિશ્રિખ વિસ્તારનાં નૈમિષમાં તપાસ વખતે પોલીસે 2 લક્ઝરી કાર તેમજ શસ્ત્રોનો ભંડાર પણ પકડી પાડ્યો હતો. જેમાંથી 6 રાઇફલ, 1 બંદૂક, 2 પિસ્તોલ અને 150 કારતૂસ મળી આવી હતી. 13 લોકોને પકડવામાં આવ્યા છે.જે કારમાં તેઓ ભાગ્યાં હતાં તે કાર વિકાસ દુબેનાં સગાં અનુપમ દુબે અને તેનાં મિત્રની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news