યુપીમાં લુખ્ખા તત્વોએ એક કારનામું કર્યું છે જે સામે આવ્યું છે જેમાં એક વ્યક્તિનો જીવ ચાલ્યો ગયો છે. ગામના સરપંચે પોતાના ગામમાં સેનેટાઇઝર છંટકાવ માટે યુવકો ને બોલાવ્યા અને તેના જ મોઢામાં સેનેટાઈઝર સ્પ્રે કરી દીધું જેનાથી યુવકનું ઈલાજ દરમિયાન મૃત્યુ થઈ ગયું.
રામપુર જિલ્લાના હોટ થાના ક્ષેત્રમાં સેનેટાઇઝ કરી રહેલા એક યુવકને કુંવર પાલની ગામના બીજા વ્યક્તિ સાથે ઝડપ થઈ ગઈ.જ્યારે કુમાર પાલ સેનેટાઈઝર છાંટી રહ્યો હતો ત્યારે નજીકમાંથી પસાર થતાં એક વ્યક્તિના પગ પર સેનેટાઈઝર સ્પ્રે ચાલ્યો ગયો જેનાબાદ બંનેમાં ઝડપ થઈ ગઈ. બીજા વ્યક્તિ એ kumarpal ને ગાળો આપવાની શરૂ કરી દીધી.
થોડી જ વારમાં અન્ય લોકો પણ ત્યાં પહોંચી ગયા અને બીજા વ્યક્તિ સાથે મળી અને સેનેટાઈઝરનો સ્પ્રે કુવર પાલના મોઢામાં કરી દીધો.હાલત ખરાબ થવાના કારણે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યાંથી તેને મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. ઈલાજ દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું. હાલમાં પોલીસે એક અજાણ્યા યુવક વિરુદ્ધ અલગ-અલગ ધારા અંતર્ગત કેસ દાખલ કર્યો છે અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news