ગુજરાત(Gujarat): સુરત(Surat)ના કામરેજ(Kamrej) ખાતે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો માતાએ મોબાઈલ નહી આપવાને કારણે 14 વર્ષીય કિશોરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર ઘટનાને લઈને હાહાકાર મચી જવા પામ્યો હતો. બીજી બાજુ આ સમગ્ર ઘટનાને લઈને કામરેજ પોલીસ(Kamrej Police) દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કામરેજ પરબગામ સ્થિત આવેલા ઓમ ઇન્ડસ્ટ્રીઝઅ વિભાગ-8માં આવેલા એમ્બ્રોડરી ખાતાની ઉપર રહેતા અરુણદાસ (ઉ.વ. 34) માર્કેટિંગ કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અરુણદાસની પત્ની પણ એમ્બ્રોડરી ખાતામાં સફાઈ કામદારનું કામ કરે છે. તેઓને સંતાનમાં 14 વર્ષની દીકરી ઇતીદાસ હતી.
ગઈકાલે સાંજના સમયે અરુણદાસ દરરોજની જેમ જ કામ પર ગયા હતા તે વેળાએ સાંજના સમયે તેઓની પત્ની કારખાનામાં સફાઈનું કામ કરતી હતી અને ત્યારે તેમની દીકરીએ તેમની પાસે આવી હતી અને તેમની મમ્મી પાસે મોબાઈલ ફોન માંગ્યો હતો. પરંતુ માતાએ મોબાઈલ ફોન આપ્યો ન હતો. જેને કારણે તે ગુસ્સામાં ઉપર આવેલી રૂમમાં જતી રહી હતી અને જ્તરે પોતાનું કામ પતાવી માતા રૂમ પર ગયી હતી ત્યારે દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ દીકરીએ દરવાજો ખોલ્યો ન હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જેને લઈને ત્યાં બાજુમાં રહેતા અન્ય લોકો આવી ગયા હતા અને ત્યારબાદ સીડી લઈને તપાસ કરતા દીકરી પંખા સાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં લટકતી મળી આવી હતી. ત્યારબાદમાં ત્યાં હાજર લોકો સીડી પરથી રૂમમાં પ્રવેશી દીકરીને હોસ્પિટલ લઇ ગયા હતા અને ત્યાં તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી.
બીજી બાજુ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી જેથી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વધુમાં દીકરીના મોતને લઈને પરિવાર શોકનું મોજું ફરી વળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.