રાજકોટના ક્લાસ 1 અધિકારીએ લાંચની કિંમત પોતાનો જીવ આપી ચૂકવી- સરકારી ઓફીસના ચોથા માળેથી…

આવતી કાલે રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી જાવરીમલ બિશ્નોઈ (jawarimal bishnoi) 5 લાખ રૂપિયાની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા હતા. અધિકારી CBI દ્વારા ગોઠવવામાં આવેલા છટકુંમાં લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા હતા.

જો કે ચોથા માળેથી જાવરીમલ બિશ્નોઇએ વહેલી સવારે ઝંપલાવતાં ખુબજ ગંભીર ઇજા થિયા છે અને સિવિલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જાવરીમલ બિશ્નોઈએ ઓફિસના બિલ્ડિંગના ચોથા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. અને તેમનું અવસાન (jawarimal bishnoi death) થયું છે.

ઓફિસના ચોથા માળેથી આજે સવારે કૂદકો મારીતા સ્ટાફમાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. સીબીઆઈવી ટ્રેપ બાદ તેમની ઓફિસ અને ઘરમાં આખી રાત દરોડાની કાર્યવાહી ચાલી હતી અને તેથી બદનામીના ડરથી સિનિયર અધિકારીએ આપઘાત કર્યા હોવાની શંકા સેવાઈ રહી છે.

મળેલી માહિતી અનુસાર ફરિયાદી દ્વારા ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસમાં ફૂડ કેનની નિકાસ માટે અરજી કરવામાં આવી ત્યારે આવશ્યક દસ્તાવેજો ધરાવતી 6 ફાઈલ ડાયરેક્ટ જનરલ ઓફ ફોરેન ટ્રેડની રાજકોટ ખાતેની ઓફિસમાં જમા કરી હતી, NOC આપવા માટે પરંતુ ફોરેન ટ્રેડના વરિષ્ઠ અધિકારીએ 9 લાખની લાંચ માગવામાં આવી હતી.

આ NOC તેના માટે અતિઆવશ્યક હતું, કારણ કે તેણે પોતાની ફૂડ કેનની નિકાસ માટે બેંકમાં રૂપિયા 50 લાખની ગેરન્ટી લીધી હતી. ફરિયાદીએ એવું નિર્ધારિત કર્યું હતું કે, પ્રથમ હપતા તરીકે 5 લાખ જાવરીમલને આપી દેશે. હાલ તો આરોપી અધિકારીની રાજકોટ અને તેના વતન સહિત ઓફિસ તથા ઘર પર સર્ચ ચલાવવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *