રાજ્યમાં વાહન વ્યવહારના નવા નિયમોની અમલવારી 16 સપ્ટેમ્બરથી થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી જેમાં તેમણે કહ્યું કે સરકારનો ઈરાદો લોકો પાસેથી દંડ લેવાનો કે તેમને પરેશાન કરવાનો નથી પરંતુ લોકો સ્વયં શિસ્તથી વાહનો ચલાવવાનો અને નિર્દોષ લોકો તેનો ભોગ ન બને તેનો છે. હું પોતે ગાડીમાં બેસુ છું ત્યારે બેલ્ટ બાંધીને જ બેસું છું આ કાયદો નાના-મોટા કે ગમે તેવા મોટા માણસને પણ લાગુ પડે છે.
તેમણે સ્પષ્ટ કર્યું કે આ નિયમોનો અમલ લોકોને હેરાન કરવા નહિ પરંતુ નાગરિકોની સલામતિ સેફ્ટી માટે છે. રાજ્યમાં આ નિયમોનો સખ્તાઈથી અમલ કરવામાં આવશે તેની વિગત આપતા વિજય ભાઈ રૂપાણી એ કહ્યું કે વાહન ચાલક લાયસન્સ સહિતના જરૂરી દસ્તાવેજો ડિજિટલ ફોર્મમાં એટલે કે મોબાઈલ ફોનમાં સેવ કરેલા હશે તે સંબંધિત અધિકારી માગે ત્યારે બતાવશે તો એ માન્ય ગણાશે એવી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે.
મુખ્યમંત્રીએ ભારત સરકારે સૂચવેલા દંડની રકમમાં ગુજરાત સરકારે રાહત આપતા દંડની રકમ નક્કી કરી છે એમ પણ જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.