હાય રે મોંઘવારી! તહેવાર નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ભડકો- જાણી લો સિંગતેલ અને કપાસિયાતેલના નવા આસમાની ભાવ

Groundnut Oil prices Hike: આ વર્ષે સમયસર અને સારો વરસાદ પડવાના કારણે મગફળીનો પાક પણ સારા એવા પ્રમાણમાં થયો હતો. દિવાળી અને અન્ય તહેવારો પહેલા…

Groundnut Oil prices Hike: આ વર્ષે સમયસર અને સારો વરસાદ પડવાના કારણે મગફળીનો પાક પણ સારા એવા પ્રમાણમાં થયો હતો. દિવાળી અને અન્ય તહેવારો પહેલા મીલોમાં પિલાણની શરુઆત પણ થઇ ગઇ છે. સારા પાકના કારણે બજારમાં તેવી ચર્ચાઓ થઇ રહી હતી કે આ વખતે ભાવમાં ઘટાડો નોંધાશે પરંતુ લોકોની ધારણા ઉલટી(Groundnut Oil prices Hike) પડી હોય તેવું જોવા મળી રહ્યું છે. ભાવ ઘટવાને બદલે વધતો જોવા મળી રહ્યો છે.સીંગતેલ-કપાસિયા તેલના ભાવમાં રૂ.100નો વધારો કરવામાં આવ્યો છે. તેમાં સીંગતેલના ડબ્બાનો ભાવ 2740થી વધીને 2840 પર પહોંચ્યો છે.તો કપાસિયા તેલનો ડબ્બો 1640થી વધીને 1740 થયો છે.

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
સીંગતેલ અને કપાસિયા તેલના ભાવે માઝા મૂકી છે. બંને તેલના ભાવમાં ડબ્બે 100 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.હાલમાં સીંગતેલના ડબ્બાનો ભાવ 2840ને પાર ગયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1,740 પર પહોંચ્યો છે. આમ સીંગતેલના ભાવે ફરીથી પાછી ડબ્બે ત્રણ હજાર તરફ તો કપાસિયા તેલના ડબ્બાના ભાવે ડબ્બે 1,740 તરફ દોટ લગાવી છે.

સીંગતેલના ભાવ વધ્યા
જો કે સીંગતેલના ભાવવધારાથી લોકોને આશ્ચર્ય એ વાતનું થયું છે કે ચૂંટણી આવે ત્યારે બધાના ભાવ ઘટતા હોય છે તો સીંગતેલના ભાવ કઈ રીતે ઘટ્યા. પેટ્રોલ જેવા પેટ્રોલ અને ડીઝલ જેવા ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે ત્યારે આ વખતે આ ભાવવધારાએ આશ્ચર્ય સર્જયુ છે. તેમને લાગી રહ્યુ છે કે સત્તાવાળાઓને સત્તાને મદ ચઢી ગયો છે. તેમને ચૂંટણીમાં તેમનો વિજય નિશ્ચિત લાગી રહ્યો છે. લોકોને લાગી રહ્યુ છે કે આ તો એક હાથ લે અને બીજા હાથે દે જેવી સ્થિતિ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા તો સામે સીંગતેલના ભાવ વધ્યા. હવે પેટ્રોલ-ડીઝલ વગર ચાલવાનું જ નથી. આ જ રીતે ગુજરાતીઓને સીંગતેલ વગર ચાલવાનું જ નથી. તેથી મોંઘવારીનો આ માર સહન કર્યે જ છૂટકો. તેમા પણ ખાસ કરીને એક જ પગાર પર નભતા લોકોની સ્થિતિ વધુને વધુ કફોડી થાય છે.

કપાસિયા તેલના ડબ્બામાં ભાવ વધારો
કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1640થી વધીને 1740 થયો છે. રાજકોટ સીંગતેલમાં ડબ્બામાં સટ્ટાકીય ભાવ વધારો નોંધાયો છે. જેમાં સીંગતેલ અને કપાસિયા તેલમાં 110 થી 140 રૂપિયાનો પ્રતિ ડબ્બે વધારો નોંધાયો છે. તેથી સીંગતેલ ડબ્બો 2740 થી વધીને 2840 સુધી પહોંચી ગયો છે. તેમજ કપાસિયા તેલનો ડબ્બો 1640 થી વધીને 1740 ને પાર પહોંચી ગયો છે. એક સપ્તાહમાં ડિમાન્ડ ન હોવા છતા સટોડિયાઓ દ્વારા કૃત્રિમ ભાવ વધારો કરી નાખ્યો હોવાનું અનુમાન છે.

ભાવ વધારાનું કારણ જાણો
સીંગ અને કપાસિયામાં કૃત્રિમ ભાવવધારો થઇ રહ્યો છે, તેમ છતા તંત્ર આંખ આડા કાન રાખીને સટ્ટોડિયાઓનો ખેલ જોઇ રહ્યું છે. તેમાં કોઇ જ પ્રકારની કાર્યવાહી પણ કરવામાં નથી આવી રહી. જેના કારણે સટ્ટાખોરોને મોકળું મેદાન મળી રહ્યું છે અને રોજે રોજ નવા-નવા ભાવ તેલ માટે બનાવી રહ્યા છે.