ગુજરાત(Gujarat): હાડ થીજાવતી ઠંડીની વચ્ચે હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા 23 અને 24 જાન્યુઆરી એમ બે દિવસ માટે કોલ્ડવેવની આગાહી(Coldwave forecast) કરવામાં આવી છે. જેને પગલે અમદાવાદ() જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 3 સેલ્સીયસ સુધીનો ઘટાડો થઈ શકે છે. માણસોની સાથે સાથે પશુઓની તકેદારી રાખવા મહત્ત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 24 કલાક દરમિયાન સરેરાશ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્શિયસ સુધી ઘટાડો જોવા મળી શકે છે.
કોલ્ડવેવની આગાહીને લઈને જાહેર કરાઈ માર્ગદર્શિકા:
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર, શિયાળામાં ગરમ કપડાનો પૂરતો જથ્થો રાખવો જોઈએ. ખોરાક, પાણી, ઇંધણ, બેટરી, ચાર્જર, ઇમરજન્સી લાઈટ અને જરૂરી દવાઓનો પૂરતો જથ્થો રાખવો જોઈએ. દરવાજા અને બારીઓ યોગ્ય રીતે બંધ રાખવી જોઈએ, જેથી ઠંડો પવન ઘરમાં પ્રવેશ ન કરે. ભારે ઠંડીને કારણે વહેતું અથવા ભરેલું નાક અથવા નાકમાંથી રક્તસ્ત્રાવ જેવી વિવિધ બીમારીઓની શક્યતા વધી જાય છે. જે સામાન્ય લાંબા સમય સુધી શરદી રહેવાને કારણે થાય છે. આવાં લક્ષણો દેખાય તો તરત જ આરોગ્યકર્મી અથવા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
વધુમાં કહ્યું છે કે, એક કરતા વધારે પણ ઢીલા ફિટિંગવાળાં કપડાં પહેરો, એક ભારે કપડાના સ્તરને બદલે નાયલોન અથવા કોટન અને અંદરના ભાગે ઉનના કપડા પહેરવાનું રાખો, ફીટ કપડા રક્ત પરિભ્રમણ ઘટાડે છે તેથી તે પહેરવાનું ટાળવું જોઈએ. કપડા કોઈ કારણોસર ભીના થાય તો તરત જ બદલી લેવા જોઈએ. માથું, ગરદન, હાથ અને અંગૂઠાને પૂરતા પ્રમાણમાં ઠંડીથી બચાવવા જોઈએ. ફેફસાને સુરક્ષિત રાખવા માટે મોં અને નાકને ઢાંકવું જરૂરી છે, કોવિડ 19 અને અન્ય શ્વસન સંબંધી ચેપથી બચવા માટે બહાર જતી વખતે માસ્ક પહેરવાનું રાખો. શરીરનું તાપમાન જળવાઈ રહે તે માટે ટોપી અને મફલરનો ઉપયોગ કરવો જોઈએ, સાથે જ ઇન્સ્યુલેટેડ અથવા વોટરપ્રૂફ શૂઝનો ઉપયોગ કરો.
વધુમાં ઉમેરતા કહેવામાં આવ્યું છે કે, કોલ્ડવેવ દરમિયાન તાજો ખોરાક લો, પૂરતી રોગ પ્રતિકારક શક્તિ જળવાય તે માટે વિટામિન Cથી ભરપૂર ફળ અને શાકભાજી ખાવા જોઈએ. નિયમિતપણે ગરમ પ્રવાહી લેવું જોઈએ, કારણ કે ઠંડી સામે લડવા શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે. તેલ, પેટ્રોલિયમ જેલી અથવા બોડી ક્રીમ વડે નિયમિતપણે તમારી ત્વચાને મોઈશ્ચરાઈઝ રાખો. ખાસ કરીને વધારે પડતી ઠંડી હોય તો વૃદ્ધો, નવજાત શિશુઓ અને બાળકોની ખાસ સંભાળ રાખો અને એકલા રહેતા પાડોશીઓ ખાસ કરી વૃદ્ધોને થોડા થોડા સમય સમયે મળવાનું રાખો.
રૂમ હીટર જેવા હીટિંગ ઉપકરણોનો ઉપયોગ કરો, પરંતુ તેની સાથે પર્યાપ્ત વેન્ટિલેશનની ખાતરી રાખો
ધુમાડો બહાર નીકળે તે પ્રકારની વ્યવસ્થા હોય તો જ બંધ જગ્યાઓ કે સ્થળ પર કોલસો બાળો, કારણ કે કોલસાનું દહન ઝેરી કાર્બન મોનોક્સાઈડ પેદા કરી શકે છે, જે વ્યક્તિ માટે અત્યંત ઘાતક સાબિત થઇ શકે છે. સાથે જ દારૂનું સેવન કરવાનું પણ ટાળવું જોઈએ. દારૂ તમારા શરીરનું તાપમાન ઘટાડે છે અને હકીકતમાં રક્તવાહિનીઓને સાંકડી કરે છે જેને કારણે હાઇપોથર્મિયાનું જોખમ વધે છે.
ઠંડીને કારણે જોવા મળતા લક્ષણોમાં તમારા શરીરના અંગો દુખવા લાગવા, આંગળીઓ, અંગુઠો, નાકની ટોચ સફેદ અને કાનની લોબ્સ સાથે જ શરીર પર લાલ કલરના ફોલ્લા જોવા મળી શકે છે. સાથે જ ચામડીનો રંગ પણ કાળો થઇ શકે છે. આ લક્ષણોને અવગણવા ન જોઈએ, કારણ કે, તે ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. જો આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તરત જ ડોકટરોનો સંપર્ક કરવો જોઈએ.
પાલતુ પશુઓની સંભાળને લઈને પણ જાહેર કરાઈ ગાઈડલાઈન્સ:
પાલતુ પશુઓની સાર સંભાળ માટે પ્રાણીઓને ઠંડા પવનના સીધા સંપર્કમાં ન આવે તે માટે રાત્રી દરમિયાન પશુઓના રહેઠાણને ચારે બાજુથી પેક કરી દેવું જોઈએ. કડકડતી ઠંડી વચ્ચે ખાસ કરીને નાના પ્રાણીઓને કોઈને કોઈ રીતે ઢાંકવામાં આવે, જેથી તે ઠંડીથી બચી શકે. સાથે જ પશુધન અને મરઘાને ખુલ્લામાં ન રાખવામાં આવે. પશુધનને ઠંડીના સમય દરમિયાન ખોરાક આપવાની રીત અને આહારમાં જરૂરી ફેરફાર કરવો જોઈએ.
વધુમાં, કોલ્ડવેવ દરમિયાન ચરબીથી ભરપુર ખોરાક આપો અને પશુઓની ચાવવા ખાવા સહિતની અનેક બાબતો પર ધ્યાન રાખવું જોઈએ. શિયાળા દરમિયાન વધારે પડતી ઠંડીને કારણે પશુઓ હેરાન ન થાય તે માટે સ્માર્ટ શેડનું બાંધકામ કરાવો. ઠંડીના સમય દરમિયાન પ્રાણીઓને સૂવા અને બેસવા માટે સૂકું ઘાસ અથવા કાપડનો ઉપયોગ કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.