જ્યારે ‘વંદે માતરમ’ થી ગુંજી ઉઠયું ગુવાહાટી સ્ટેડીયમ, આ વિડીયો જીતી લેશે દરેક ભારતીઓનું દિલ

When Guwahati Stadium resonates with 'Vande Mataram', this video will win the hearts of every Indians.

ગુવાહાટીમાં ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T 20 સીરિઝની પહેલી મેચ ભીના ગ્રાઉન્ડના લીધે રદ્દ થઇ ગઇ. આ મેચમાં ટોસ સિવાય કંઇ જ ના થઇ શક્યુ, ટોસ પછી વરસાદ શરૂ થઇ ગયો પરંતુ તરત જ બંધ થઇ ગયો. પરંતુ ગ્રાઉન્ડ સ્ટાફ પાસે યોગ્ય બંદોબસ્ત ના હોવાને કારણે મેદાનને રમવા માટે તૈયાર ના કરી શક્યા. આવી સ્થિતિમાં પણ ગુવાહાટીના લોકો ધૈર્ય સાથે સ્ટેડિયમમાં મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા.

મેદાન સુકવવાના પ્રયાસ દરમિયાન દર્શકો ગીત ગાતા રહ્યા અને મોબાઈલની ટોર્ચ દ્વારા ઉત્સાહ વ્યક્ત કર્યો. દર્શકોએ એક સાથે વંદે માતરમ ગાયું અને તેમના અવાજથી આખું સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું. 30 હજાર લોકો એકસાથે વંદે માતરમ ગાતા જબરજસ્ત નજારો જોવા મળ્યો. બીસીસીઆઈએ વંદે માતરમ ગાતા દર્શકોનો વિડીયો પોસ્ટ કર્યો છે. સાથે લખ્યું, ગુવાહાટી, તુ બ્યુટીફૂલ છે.

શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટ્રી માટે આવેલા રસેલ આર્નોલ્ડે પણ વંદે માતરમ ગાતા દર્શકોનો વિડીયો પોસ્ટ કર્યો. તેમણે કેપ્શનમાં લખ્યું, ભલે ક્રિકેટ ન રમાઈ… ગુવાહાટીમાં અહીં પર ગજબનો માહોલ છે.

ઉલ્લેખનીય છે કે ટી-20 મેચ વરસાદના કારણે અટકી ગઈ હતી. પહેલા મેદાનને સુકવવામાં સમય લાગ્યો. બાદમાં પિચને વરસાદથી બચાવવા માટે લગાવેલા કવર્સમાંથી લિક થઈને પાણી તેમાં જતું રહ્યું. એવામાં પિચ ભીની થઈ જતા મેચને રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો. પિચને સુકવવા માટે ઈસ્ત્રી અને હેર ડ્રાયરનો ઉપયોગ કરાયો, જેના કારણે બીસીસીઆઈ અને ભારતીય ક્રિકેટની ભારે મજાક ઉડી રહી છે.


ગુવાહાટીમાં પિચને તૈયાર કરવા માટે જે વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો તે કદાચ ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વાર થયું હતું. અહીંના ગ્રાઉન્ડ સ્ટાફ અને મેચ રેફરી અને એમ્પાયરો સાથે વાતચીત કર્યા બાદ પિચ સુકાય તે માટે વેક્યુમ ક્લીનરનો પ્રયોગ શરૂ કર્યો. વેક્યુમ ક્લીનરથી કંઈ ના થયું તો ગ્રાઉન્ડ સ્ટાફે હેયર ડ્રાયર અને પછી સ્ટીમ આયરનનો પ્રયોગ કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું હતું. જેમાં આ વસ્તુઓનો ઉપયોગ પીચ સૂકવવા કરવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: