ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)નો સાથ છોડીને ભાજપ(BJP)માં જોડાયેલા હાર્દિક પટેલ(Hardik Patel) દ્વારા અગ્નિપથ યોજના(Agneepath Scheme) અંગે દેશભરના પાટીદાર અગ્રણીઓને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં હાર્દિક પટેલે લખતા કહ્યું છે કે, જે યુવાન અગ્નિવીર(Agniveer)ના સિપાહી તરીકે દેશની સેવા કર્યા પછી નિવૃત્ત થાય તે પછીનું ભવિષ્ય વધુ સમૃદ્ધ થાય તે માટે પાટીદાર ઉદ્યોગપતિઓને પોતાના ઉદ્યોગ કે સંસ્થામાં કુશળ અને શિસ્તબદ્ધ અગ્નિવીરોને તક આપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવે. હું પણ વ્યક્તિગતરૂપે અગ્નિવીરોની પહેલી બેચમાંથી 10 અગ્નિવીરોને યોગ્ય નોકરી અથવા ઉદ્યોગ-ધંધામાં જે પણ મદદ જોઈતી હશે તે મદદ કરવા તૈયાર છું.
હાર્દિકે પોસ્ટ મુકતા લોકોએ જુઓ કેવું કેવું કહ્યું?
હાર્દિક પટેલ દ્વારા ફેસબુક પર આ પત્ર પોસ્ટ કરતા જ યુઝર્સ તેને ટ્રોલ કરવા લાગ્યા હતા. યુઝર્સે આ પત્ર અંગે કોમેન્ટ કરી છે કે, તું 2 મિનિટે ને 2 મિનિટે ફરી જાય તો શું તું તંબુરો નોકરી આપે. જયારે વધુ એક યુઝર્સે કોમેન્ટ કરતા લખ્યું છે કે, બસ કર પગલે રુલાયેગા ક્યા… જયારે વધુ એક યુઝર્સે કોમેન્ટ કરતા કહ્યું છે કે, તું પહેલા 14 પાટીદાર યુવાનોની જવાબદારી લે જેને તે તારા અંગત સ્વાર્થ ખાતર બળી ચડાવી દીધા, આ અગ્નીવીરોની ઝપટમાં ચડી ગયો ને તને મારશે ઓછો અને ઢસડશે વધારે.
પાટીદાર અગ્રણીઓને લખેલ પત્ર:
ગુજરાત અને વિવિધ દેશમાં રહેતા પાટીદાર અગ્રણીઓને મારું વિનમ્ર નિવેદન!
પાટીદાર સમાજ હંમેશા રાષ્ટ્ર સેવામાં આગળ રહ્યો છે. ભારત સરકારે જાહેર કરેલી અગ્નિપથ યોજના દેશના યુવાનોમાં ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમનો જોશ ભરશે. જે યુવાન ચાર વર્ષ અગ્નીવીરના સિપાહી તરીકે દેશની સેવા કર્યા પછી જ્યારે નિવૃત્ત થાય તે પછીનું ભવિષ્ય વધુ સમૃદ્ધ થાય તેના માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલાય અને સંગઠન આગળ આવી ને તેમને નોકરીમાં પ્રાથમિકતા આપવાની વાત કરે છે.
આવા સમયે પાટીદાર સમાજના અગ્રણી ઉદ્યોગપતિઓને હું વિનમ્ર નિવેદન કરું છું કે, આપ સૌ પણ આપના ઉદ્યોગોમાં તથા સંસ્થાઓમાં કુશળ અને શિસ્તબદ્ધ અગ્નિવીરોને મોકો આપશો તેવી જાહેરાત કરો. દેશના અનેક પ્રમુખ ઉદ્યોગો આજે પાટીદાર સમાજના વડીલો અને યુવાનો ચલાવે છે તેમના આ વચાનથી સંપૂર્ણ ભારતના યુવાનોમાં એક નવો વિશ્વાસ ભરાશે અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું યુવાનોને સશક્ત બનાવવાનું પગલું સાર્થક સાબિત થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.