ગુજરાત(Gujarat): રાજ્યમાં હવે ધીરે-ધીરે ઠંડીનું જોર વધી રહ્યું છે. ત્યારે રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભરશિયાળે 12, 13 અને 14 ડિસેમ્બર એમ ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, તો ભાવનગરમાં પણ 14મી ડિસેમ્બરે કમોસમી વરસાદની સંભાવના છે અને 5 દિવસ બાદ ફરી ઠંડીનું જોર વધશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 12, 13 અને 14 તારીખે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. ત્યારબાદ 14 ડિસેમ્બરે ભાવનગરમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બીજી તરફ નલિયામાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જયારે અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 3 દિવસ રાજ્યમાં કમોસમી હળવો વરસાદ ખાબકી શકે છે. આગામી 12 અને 13 ડિસેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં અત્યંત સામાન્ય વરસાદ ખાબકી શકે છે. હાલ સાંજ પડે ત્યારબાદ સુસવાટા મારતો પવન ફૂંકાતા ઠંડીનું જોર વધવા લાગ્યું છે. ત્યારે હવે ગુજરાતમાં ઠંડીનું જોર એકાએક વધવાની શક્યતા રહેલી છે અને સાથે વરસાદની પણ સંભાવનાઓ રહેલી છે.
ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. આગામી 3 દિવસ રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે. તો 3 દિવસ બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ઠંડીનું જોર એકાએક વધવાનું છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતીઓનું મીની કાશ્મીર ગણાતું માઉન્ટ આબુ પણ ઠંડુગાર બની ગયું છે. માઉન્ટ આબુના હવામાનમાં ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ પલટો આવ્યો છે. આબુમાં ઠંડીનો પારો શૂન્ય ડિગ્રી નજીક પહોંચી ગયો છે. તીવ્ર ઠંડી હોવા છતાં માઉન્ટ આબુમાં પ્રવાસીઓના ઘસારામાં વધારો જોવા મળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.