Rain in last 24 hours in gujarat: ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદનું જોર ઘટ્યું છે. જોકે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના(Rain in last 24 hours in gujarat) કેટલાક વિસ્તારોને મેઘરાજાએ રીતસરના ધમરોળી નાંખ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 100 તાલુકાઓમાં 1થી 10 ઈંચ વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં તો વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના મતે બંગાળની ખાડીમાં લો- પ્રેશર સક્રીય છે જેના કારણે ગુજરાતમાં વરસી રહ્યો છે ભારે વરસાદ અને હજુ ભારે વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે. છેલ્લા 24 કલાકમાં ગોધરામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. ગોધરામાં 24 કલાકમાં સવા 9 ઈંચ વરસાદ પડતા પાણી-પાણી થઈ ગયું છે. જેન કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં ખાબક્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગોધરામાં સાડા નવ ઈંચ વરસાદ, શહેરામાં સાડા નવ ઈંચ વરસાદ, મહીસાગરના વીરપુરમાં સવા નવ ઈંચ વરસાદ, તલોદમાં સવા આઠ ઈંચ વરસાદ, બાયડમાં સવા આઠ ઈંચ વરસાદ, ધનસુરામાં સવા આઠ ઈંચ વરસાદ, મોરવા હડફમાં સાડા સાત ઈંચ વરસાદ,માણસામાં સવા પાંચ ઈંચ વરસાદ, દહેગામમાં પોણા પાંચ ઈંચ વરસાદ, ગળતેશ્વરમાં સવા ચાર ઈંચ વરસાદ, સંતરામપુરમાં ચાર ઈંચ વરસાદ, મોડાસામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત, લુણાવાડામાં સાત ઈંચ વરસાદ, પ્રાંતિજમાં સાત ઈંચ વરસાદ, કપડવંજમાં સવા છ ઈંચ વરસાદ, મહુધામાં છ ઈંચ વરસાદ, લીમખેડામાં છ ઈંચ વરસાદ, કડીમાં છ ઈંચ વરસાદ, બાલાસિનોરમાં પોણા છ ઈંચ વરસાદ, કઠલાલમાં પોણા છ ઈંચ વરસાદ, મેઘરજમાં સાડા પાંચ ઈંચ વરસાદ,જાંબુઘોડામાં પોણા ચાર ઈંચ વરસાદ, અમદાવાદ શહેરમાં પોણા ચાર ઈંચ વરસાદ, હિંમતનગરમાં પોણા ચાર ઈંચ વરસાદ, ડેસરમાં પોણા ચાર ઈંચ વરસાદ, સિંગવડમાં પોણા ચાર ઈંચ વરસાદ, ઉમરેઠમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, નડીયાદમાં સવા પાંચ ઈંચ વરસાદ, ધાનપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.
તેમજ વિજયનગરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, હાલોલ, દસક્રોઈ, આણંદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, કલોલમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, પાટણમાં સવા ત્રણ ઈંચ વરસાદ, કલોલના ઝાલોદમાં સવા ત્રણ ઈંચ વરસાદ, ભિલોડામાં સવા ત્રણ ઈંચ વરસાદ, ગાંધીનગરમાં ત્રણ ઈંચ વરસાદ, ડીસામાં પોણા ત્રણ ઈંચ વરસાદ, ખેડબ્રહ્મામાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube