‘વડોદરામાં પ્રિમોન્સુન કામગીરીના નામે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે’ – AAP

વડોદરા(Vadodara): AAP દ્વારા ફરી એક વાર પ્રિમોન્સુન કામગીરી અંગે ભાજપ સરકારને ઘેરવામાં આવી છે. હાલમાં દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સરકારે…

વડોદરા(Vadodara): AAP દ્વારા ફરી એક વાર પ્રિમોન્સુન કામગીરી અંગે ભાજપ સરકારને ઘેરવામાં આવી છે. હાલમાં દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સરકારે વરસાદ પહેલા કરેલી પ્રિમોન્સુન કામગીરી નિષ્ફળ ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે આપ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શહેરમાં સ્વચ્છતા જળવાય અને વરસાદના પાણીનો નિકાલ થાય એની પૂરેપૂરી જવાબદારી શહેરના કોર્પોરેશન તંત્રની હોય છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા થાય, “શું તંત્ર એ વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા કરી છે? જવાબ છે “ના”.

વડોદરા શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર રસ્તા પર ખાડાનું પ્રમાણ ખૂબ જ વધુ છે. શહેરના દરેક જાહેર રસ્તા ઉપર પડેલા ખાડાઓ તથા રસ્તા ઉપર પાણી અને લોકોના ઘરમાં પાણી ભરાઈ રહેવું એ સ્થિતિ કોર્પોરેશન તંત્રની કામગીરી ને પડકાર આપી રહ્યા હોય એવું જણાય રહ્યું છે.

વધુમાં કહ્યું કે, ભાજપ સરકારના મતાનુસાર વડોદરા એક સ્માર્ટ સિટી ગણાય છે પરંતુ ખરેખર શું વડોદરા સ્માર્ટ સિટી છે? વડોદરામાં વરસાદી પાણીના નિકાલ માટેની પુરતી વ્યવસ્થા છે? વડોદરાની જનતા જે ટેક્સ ભરે છે એ ટેક્સના રૂપિયા ના વળતર રૂપે શું સારા રોડ ની સુવિધા મળે છે? જવાબ છે “ના”. આ બધી વસ્તુઓ ને ધ્યાનમાં લઈએ તો ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોય તેવું જાણવા મળે છે. કોર્પોરેશન તંત્રની વડોદરા શહેરમાં પ્રિમોન્સુન કામગીરી ના નામે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે.

વરસાદી પાણીના લીધે શહેરમાં રોગચાળો ફાટી નીકળે એનું જવાબદાર કોણ? જનતા દ્વારા તંત્ર અને એક જ વિનંતી છે કે, શહેર ના વિકાસ માટે આવતા પૈસા પોતાના વ્યક્તિગત વિકાસમા ના વાપરે. આવી કઠીન પરિસ્થિતિમાં જનતાની પડખે ઉભી રહેનાર આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ સંચાલિત તંત્ર દ્વારા થયેલ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા તથા વડોદરા શહેરની જનતાને યોગ્ય ન્યાય અને સારી સુવિધા મળે એ માટે ગઈકાલે વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ભાજપની તાનાશાહ સરકાર દ્વારા જનતા ખૂબ જ ત્રાસી ગઇ હોય તેમના હકમાં ગઈકાલે આમ આદમી પાર્ટી, વડોદરા દ્વારા વડોદરા લોકસભા પ્રમુખ મયંક શર્મા, વડોદરા શહેર પ્રમુખ પ્રતિમા વ્યાસ પટેલ, શહેર પદાધિકારીઓ, તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વડોદરા મ્યુનિસિપલ ઓફિસ નો ઘેરાવો કરીને ઓફિસને તાળું મારી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *