ગુજરાત રાજ્યમાં એક સાથે 77 IAS ઓફીસરોની એક્સાથે બદલી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની અમલદારશાહી માં મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
આ IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સૌથી મોટા નામોમાં અંજુ શર્મા ની રોજગાર વિભાગમાં કરવામાં આવી છે. જ્યારે GSRTC ના MD એસ.જે.હૈદરની શિક્ષણ વીભાગમાં બદલી કરવામાં આવેલ છે.
ત્યારે સુરત ના કલેક્ટર ડો.ધવલ પટેલ ની ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. સાથે જામનગરના કલેકટર રવિશંકરને SOU ના વડા બનાવવામાં આવ્યા છે. રાજકોટ કલેકટર રેમ્યા મોહન ની નેશનલ હેલ્થ મિશન માં બદલી કરવામાં આવેલ છે.
કયા ઓફિસરની ક્યાં થઈ બદલી?
અંજુ શર્મામાં રોજગાર વિભાગમાં બદલી, GSRTCના MD એસ.જે.હૈદરની શિક્ષણ વિભાગમાં બદલી, નવસારી કલેક્ટર અગ્રવાલની રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં બદલી, રોજગાર વિભાગના સચીવ હર્ષદ પટેલની GSRTCના MD તરીકે બદલી, શિક્ષણ વિભાગમાંથી પી.ભારથીની શ્રમ કમિશનર બનાવાયા, રાજકોટ કલેક્ટર રેમ્યા મોહનની બદલી, મહિસાગરના કલેક્ટર આર.બી.બારડની વડોદરા કલેક્ટર તરીકે બદલી, રાજકોટ કલેક્ટર રૈમ્યા મોહનની નેશનલ હેલ્થ મિશનમાં બદલી, નવસારી કલેક્ટર આદ્રા અગ્રવાલની રાહત કમિશનર બનાવાયા, જામનગર કલેક્ટર રવિશંકરને SOUના વડા બનાવાયા.
AMCના DYMC દિલીપ રાણાની આદિજાતિ વિકાસ કમિશનર બનાવાયા, એમ.એ.પંડ્યાને દ્વારકાના કલેક્ટર બનાવાયા, આણંદ કલેક્ટર આર.જી.ગોહિલ ગીર સોમનાથના કલેક્ટર બનાવાયા, સુરત કલેક્ટર ધવલ પટેલને ગાંધીનગર મ્યુનિ.કમિશનર બનાવાયા, AMCના ડે.કમિશનર ડો.ઓમ પ્રકાશની બદલી, ડો.ઓમ પ્રકાશને મહેસાણાના DDO બનાવાયા, RMCના કમિશનર ઉદિત અગ્રવાલને મહેસાણા કલેક્ટર બનાવાયા, મહેસાણા DDO એમ.વાય.દક્ષિણને આણંદ કલેક્ટર બનાવાયા, કચ્છના કલેક્ટર પ્રવીણા ડી.કેને પંચમહાલના કલેક્ટર બનાવાયા, દાહોદ કલેક્ટર વિજય ખરાડીને જામનગર મ્યુનિ.કમિશનર બનાવાયા.
AMCના ડે.કમિશનર નીતિન સાંગવાનની બદલી, સાંગવાનને સાબરકાંઠા-હિંમતનગરના DDO બનાવાયા, પાટણ DDO ડી.કે.પારેખને મનપાના પ્રાદેશિક કમિશનર તરીકે બદલી, વલસાડ DDOની નવસારીમાં બદલી, ધવલ પટેલને ગાંધીનગર મ્યુનિ.કમિશનર સાથે GUDAનો વધારાનો ચાર્જ, દ્વારકાના કલેક્ટર નરેન્દ્ર કુમાર મીણા અરવલ્લીના કલેક્ટર, છોટાઉદેપુર DDOની જામનગર DDO તરીકે બદલી, RMCના DYMC બી.જી.પ્રજાપતિને આણંદ DDO બનાવાયા, અમદાવાદના નવા DDO તરીકે અનિલ ધામેલિયા, અરવલ્લી-મોડાસાના DDOથી અનિલ ધામેલિયાની બદલી, અજય પ્રકાશને હેલ્થ, મેડિસિન, તબીબી શિક્ષણ વિભાગના ચીફ ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો.
જૂનાગઢ કલેક્ટર સૌરભ પારઘીને જામનગરના કલેક્ટર તરીકે બદલી, અમરેલીના કલેક્ટર આયુષ ઓકને સુરતના કલેક્ટર બનાવાયા, દાહોદના DDO રચિત રાજની જૂનાગઢ કલેક્ટર તરીકે બદલી, કે.રાજેશને ગૃહ વિભાગના જોઇન્ટ સેક્રેટરી બનાવાયા, છોટા ઉદેપુરના કલેક્ટર સુજલ મયાત્રાને કચ્છના કલેક્ટર બનાવાયા, હરજી વઢાવાણીયાને તાપીના કલેક્ટર બનાવાયા, ડો.યોગેશ નિરગુડેને ભાવનગરના કલેક્ટર બનાવાયા, એ.કે.ઔરંગાબાદકરને સુરેન્દ્રનગર કલેક્ટર બનાવાયા, અમદાવાદ DDO મહેશ બાબુને રાજકોટરના કલેક્ટર બનાવાયા, પંચમહાલના કલેક્ટર અમિત અરોરોને RMC કમિશનર બનાવાયા.
રિજનલ કમિશનર મનીષ કુમારની મહિસાગર કલેક્ટર તરીકે બદલી, બોટાદ કલેક્ટર વિશાલ ગુપ્તાને ગાંધીનગરના અધિક કમિશનર બનાવાયા, ભાવનગરના કલેક્ટર ગૌરાંગ મકવાણાને અમરેલીના કલેક્ટર બનાવાયા, ગુજરાત વિધાનસભા સ્પીકરના પર્સનલ સેક્રેટરી એન એન દવેની બદલી, જૂનાગઢ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાને બોટાદ કલેક્ટર બનાવાયા, આર.એમ.તન્નાને જૂનાગઢ મ્યુનિ.કમિશનર બનાવાયા, આર.એ.મેરજાને એડિ.કલેક્ટરમાંથી પાટણના કલેક્ટર બનાવાયા, પોરબંદરના એડિ. કલેક્ટર RN તન્નાની જૂનાગઢ મનપામાં બદલી, વિધાનસભા અધ્યક્ષના અંગત સચિવ એન.એન.દવેની બદલી,એન.એન.દવેને AMCના DYMC બનાવાયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.