ગુજરાત(Gujarat): રાજ્યમાં જંત્રી(Jantri rates)ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો રહેણાકમાં જંત્રી દર 1.8 ગણો વસૂલવામાં આવશે. તથા ખેતી અને બિનખેતી જમીનમાં જંત્રી દર બે ગણો રાખવામાં આવશે. સાથે ઓફિસ જંત્રી બે ગણાને બદલે 1.5 ગણી રહેશે. તેમ રાજ્ય સરકાર દ્વારા આ મોટી જાહેરાત કરવામા આવી છે.
મહત્વનું છે કે. ગુજરાતમાં નવા જંત્રી દરનો અમલ 15 એપ્રિલથી થવા જઈ રહ્યો છે. સરકાર દ્વારા એક સામટા 100 % જંત્રી વધારા સામે ઉગ્ર વિરોધ બાદ ગુજરાતમાં જંત્રીના દરોમાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે. નવી જંત્રી અનુસાર, ખેતીથી-ખેતી 25 ટકાના બદલે 20 ટકા પ્રિમિયમ લેવાનું તેમજ ખેતીથી-બિનખેતી 40 ટકાને બદલે 30 ટકા પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રહેણાકમાં જંત્રી દર 1.8 ગણો અને ઓફિસ જંત્રી બે ગણાને બદલે 1.5 ગણો નક્કી કરવામાં આવ્યો છે તથા ખેતી તથા જમીન, બાંધકામના સંયુકત દરમાં 1.8 ગણા કરવાનું, ઓફીસના દોઢ ગણા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે ખેતી અને બિનખેતી જમીનમાં જંત્રી દર બે ગણા યથાવત રાખવામાં આવ્યો છે.
વાત કરવામાં આવે તો રહેણાકમાં જંત્રી દર 1.8 ગણો વસૂલવામાં આવશે. ખેતી અને બિનખેતી જમીનમાં જંત્રી દર બે ગણો રખાશે અને ઓફિસ જંત્રી બે ગણાને બદલે 1.5 ગણી રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.