ભારતીય વાયુસેનાના ગુમ વિમાન AN-32ને ગૂમ થયાને 6 દિવસ થવા છતા હજુ સુધી કોઇ સગડ મળ્યા નથી. આ દરમિયાન વાયુસેનાને આ વિમાનની પૂરતી જાણકારી આપનારને રુ.5 લાખનું ઈનામ પણ જાહેર કર્યું છે. ડીફેન્સ પી.આર.ઓ. વિંગ કમાંડર રત્નાકર સિંહએ શિલોંગમાં જણાવ્યું કે એરમાર્શલ આર.ડી. માથુર, AOC ઇન કમાંડ ઇસ્ટર્ન એર કમાંડે રુ. 5 લાખનું ઈનામ જાહેર કર્યું છે. આ ઈનામ AN-32ની યોગ્ય અને સાચી માહિતી આપનાર વ્યક્તિ કે સમૂહને આપવામાં આવશે.
આ નંબરો પર આપી શકાય છે માહિતી:
વિંગ કમાન્ડર રત્નાકરે કહ્યું કે, ગૂમ થયેલા વિમાનના લોકેશન અંગે માહિતી 0378-3222164, 9436499477, 9402077267, 9402132477 આ નંબરો પણ સંપર્ક કરીને માહિતી આપી શકાય છે. જણાવી દઈએ કે છેલ્લા 6 દિવસથી વાયુસેના પોતાના આ ગૂમ થઈ ગયેલા વિમાનને શોધવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે. તેમની સાથે અરુણાચલ સરકાર અને અન્ય તપાસ એજન્સીઓ પણ રાત-દિવસ આ મિશનમાં જોડાઈ ગઈ છે.
ભારતીય વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ શનિવારના રોજ અસમના જોરહાટમાં વાયુસેના સ્ટેશનની મુલાકાત લીધી અને ચાલી રહેલ સર્ચ અભિયાનની માહિતી લીધી. તેને સર્ચ ઓપરેશન અંગ વિસ્તૃત માહિતી આપી અને અત્યાર સુધીના પ્રાપ્ત ઇનપુટથી અવગત કરાયા. તો ભારતીય વાયુસેના પ્રમુખે વિમાનમાં સવાર અધિકારીઓના પરિવારોની સાથે પણ વાતચીત કરી હતી.
સર્ચ ઓપરેશનમાં ઇસરો પણ જોડાયું:
વિમાનની ભાળ મેળવવામાં વિભિન્ન એજન્સીઓ લાગી ગઇ છે. જેમાં ઇસરો પણ સામેલ છે. વાયુસેના એ રજૂ કરેલા નિવેદનમાં કહ્યું કે સર્ચ ઓપરેશનમાં કેટલીય એજન્સીઓ લાગી ગઇ છે. આ કામમાં ઇસરો પર મદદ કરી રહ્યું છે. જંગલ પહાડ હોવાથી કેટલાંય પ્રકારના પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.