અમેરિકન સાંસદની ચુંટણીમાં ભારતવંશીની એન્ટ્રી…ફૂડટ્રકથી સ્ટાર્ટઅપ સુધીની સફર કરનાર ગુજરાતી મૂળનાં ભાવિની પટેલ હવે અમેરિકનમાં લડશે ચૂંટણી

Indian Bhavini Patel: ભારતીય મૂળના ભાવિની પટેલનું(Indian Bhavini Patel) નામ આજકાલ ઘણું ચર્ચામાં છે. તાજેતરમાં, ભાવિની પટેલે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. તેમણે અહી સુધીની સફર અત્યંત કપરી પરિસ્થિતિમાં પસાર કરી છે. એક સામે એવો પણ હતો જ્યારે તેમણે પોતાની માંની મદદ કરવા માટે ઈન્ડિયા ઓન વ્હીલ્સ નામથી ફૂડ ટ્રક પણ શરૂ કરી હતી. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્ટડી કર્યા બાદ તેમણે પોતાનું એક ટેક સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. હવે તેઓ અમેરિકન સંસદ માટે પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે.

ગત વર્ષે કરી હતી જાહેરાત
30 વર્ષીય ભાવિની પટેલે ગત વર્ષે ઓકટોબર મહિનામાં 12માં પેન્સિલ્વેનિયા જિલ્લાથી કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી હતી. હાલમાં પટેલના ડેમોક્રેટિક પાર્ટીના સાથી સમર લી અહીંના પ્રતિનિધિ છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોમાં, આ વિસ્તારમાં સમર લીની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે સમર લી એવા કેટલાક સાંસદોમાંથી એક છે જેમણે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી યુએસ કોંગ્રેસને ઐતિહાસિક સંયુક્ત સંબોધનનો વિરોધ કર્યો હતો.

ભાવિની પટેલને લગભગ 33 ચૂંટાયેલા અધિકારીઓ પાસેથી સમર્થન મળ્યું
ભાવિની પટેલને લગભગ 33 ચૂંટાયેલા અધિકારીઓ પાસેથી સમર્થન પણ મળ્યું છે, જેમાં નાના શહેરોના મેયર તેમજ તે વિસ્તારોમાં કાઉન્સિલના સભ્યોનો સમાવેશ થાય છે. ભાવિની પટેલે કહે છે કે, અહીંના ભારતીય ડાયસ્પોરામાં અસર પડે છે. મારા માતા જ્યારે અહી આવ્યા, ત્યારે તેમણે મારા ભાઈ અને મને સિંગલ પેરેન્ટ તરીકે ઉછેર્યા. અમે ખૂબ જ આસપાસ ફર્યા. અલગ-અલગ શહેરોમાં રહ્યાં. મારી માતાએ રેસ્ટોરન્ટ વાસણો ધોવાનુ પણ કામ કર્યુ, તેમજ મોટેલ ઉદ્યોગમાં કામ ક્યું.

વિવિધ વિચિત્ર નોકરીઓ કરી. તે આખરે મોનરોવિલે આવી, જે પશ્ચિમી પેન્સિલવેનિયામાં એક નાનકડું ઉપનગર છે, અને ત્યાં જ તેણે એક નાનો કેટરિંગ બિઝનેસ શરૂ કર્યો. ત્યાંના સ્થાનિક પટેલ ભાઈઓને સમોસા અને અન્ય વિવિધ પેસ્ટ્રી સપ્લાય કરી. ત્યાંથી તેણે ફૂડ ટ્રકનો બિઝનેસ શરૂ કર્યો. તેથી , મારો પરિવાર છેલ્લા 25 વર્ષથી ફૂડ ટ્રક ચલાવે છે.

એકત્ર કર્યા ત્રણ મિલિયન ડોલર
ભાવિની પટેલે 23 એપ્રિલે યોજાનારી પ્રાથમિક ચૂંટણી માટે 3.10 લાખ ડોલરથી વધુ એકત્ર કર્યા છે. તેમનું કહેવું છે કે આમાંથી ભાગ્યે જ 70 ટકા રાજ્યની અંદરથી એકત્ર થયું છે. ભાવિની પટેલને પસંદગીના 33 જેટલા અધિકારીઓનો પણ સહયોગ મળ્યો છે. જેમાં નાના શહેરોના મેયર સહિત કાઉન્સિલના સભ્યોના નામ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે ભાવિની પટેલ રાષ્ટ્રપતિ જો બિડેનની કટ્ટર સમર્થક છે. તે બિડેનને અમેરિકાના સૌથી પ્રગતિશીલ રાષ્ટ્રપતિ માને છે.