આજકાલ હત્યાના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન જૂનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના સરમા ઘેડ ગામે 19 તારીખના રોજ યુવકની હત્યાની ઘટના બની હતી. મૃતક લક્ષ્મણ રાણાભાઈ વાઢીયાનો મૃતદેહ ચામુંડા માતાજીના મંદિર પાસેથી મળ્યો હતો. આ ઘટનામાં મૃતકની બહેનની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરીને હત્યારા કાકાની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા કરવામાં આવેલ પૂછપરછમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. મળતી માહિતી મુજબ, મૃતક દારૂ પીવાની ટેવવાળો હોવાથી તેની માતા તેની પરિણીત દીકરી રંજનના ઘરે અમીપુર ગામે જતી રહી હતી અને થોડા દીવસ પહેલા જ તેનું મૃત્યું થયું હતું. આ દરમિયાન મૃતક લક્ષ્મણ પણ અમીપુર ગયો હતો અને અચાનક જ એક દિવસ તે સરમા ઘેડ ગામે જતો રહ્યો હતો.
આ બનાવ અંગે જાણવા મળ્યું છે કે, કાકો ભત્રીજો ગામમાં આવેલા માતાજીના મંદિર પાસે બેઠા હતા ત્યારે લક્ષ્મણ અને તેના કાકા મુળુ ભૂરા વાઢીયાને દેશી દારૂ વહેચવા બાબત બબાલ થઈ હતી. આ દરમિયાન મૃતકના કાકાએ લક્ષ્મણનું માથું વારંવાર દીવાલ સાથે અથડાવ્યુ હતું અને લાકડાના ધોકાથી છાતી પર માર મારતા ત્યા જ લક્ષ્મણનું મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ કાકો ભાગી ગયો હતો.
પોતાના ભાઈના મૃત્યુના સમાચાર સાંભળીને તેની બહેન રંજન સરમા દોડી આવી હતી અને ભાઈના મૃત્યુ અંગે પૂછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. લક્ષ્મણની હત્યા તેના કૌટુંબિક કાકાએ જ કરી હોવાનું સામે આવતા રંજને મુળુ ભૂરા વાઢીયા વીરૂધ શીલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા ફરિયાદને આધારે મૂળુ વાઢીયાની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના અંગે શીલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ. વી. કે ઉંજીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.