ગુજરાત(Gujarat): રાજ્યની ચૂંટણી ટાણે ગુજરાતના રાજકારણમાં કુતિયાણા બેઠકને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે છેલ્લી 2 ટર્મથી કુતિયાણા(Kutiyana) બેઠક પરથી NCPના ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા કાંધલ જાડેજા(Kandhal Jadeja)એ NCPમાંથી રાજીનામું આપી દેતા હવે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જણાવી દઈએ કે, 2012માં તેઓ NCPમાં જોડાયા હતા. પરંતુ NCPએ કાંધલ જાડેજાને ટિકિટ ન આપતા તેઓ NCPથી નારાજ હતા. જેને કારણે હવે રાજીનામું ધરી દીધું છે.
અમે તમને જણાવી દઇએ કે, ગુજરાતની રાજનીતિમાં નવા સમીકરણો પણ બનવાનું શરૂ થઇ ગયું છે. કારણ કે, સૂત્રોના માધ્યમથી એવા સમાચાર પણ મળી છે કે, કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાને BTP મેન્ડેટ આપી શકે છે. કાંધલ જાડેજા BTPના મેન્ડેટ પર ચૂંટણી લડી શકે છે. કારણ કે NCPએ કુતિયાણાથી મેન્ડેટ ન આપવાની વાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કાંધલ જાડેજાએ NCPમાંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. પરંતુ અંતે ટિકિટ ન આપવામાં આવતા નારાજ થયેલા કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામું ધરી દીધું છે.
અત્રે મહત્વનું છે કે, કુતિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી NCP નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. ગત ચૂંટણીમાં NCPએ કાંધલ જાડેજાને ટિકિટ આપવામાં આવી હતી. પરંતુ આ વખતે NCPએ મેન્ડેટ ન આપતા કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરશે તેવી પણ માહિતી સામે આવી છે. અમે તમને જણાવી દઈએ કે, આજ રોજ સોમવારે ફરીવાર કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરી શકે છે.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.