કર્ણાટકમાં કોંગ્રેસની ગઠબંધન વાળી જેડીએસ ની સરકારના મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામી ની સરકાર પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમાર અનુસાર આઠ કોંગ્રેસના અને ત્રણ જેડીએસના ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પરંતુ તેઓ આ મામલાને સોમવારે ધ્યાને લેશે. ધારાસભ્યો ના રાજીનામા એવા સમયે આવ્યા છે. જ્યારે મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામી દેશ બહાર છે.
કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજી વખત સરકાર બન્યા બાદ ભાજપના નેતાઓને સંયમ અને સલાહ આપી હતી. નરેન્દ્ર મોદીએ હતું કે રાજ્યમાં એચડી કુમાર સ્વામી ના નેતૃત્વવાળી સરકારને અસ્થિર કરવા માટે ની કોશિશ માં ભાજપનું નામ આવવું જોઈએ નહીં. પરંતુ અત્યારે ઉલટી ગંગા વહી રહી હોય તેમ એકસાથે ઘણા ધારાસભ્યોએ સત્તાપક્ષ ની વિરોધ જઈને રાજીનામા આપ્યા છે.
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી એસ એદિયુરપ્પા 76 વર્ષના થઈ ચૂક્યા છે. પરંતુ ગયા વર્ષે જ 25 મે 2018 એ તેઓએ મુખ્યમંત્રી પદ ના શપથ લીધા હતા. ભાજપની પોલીસી અનુસાર 75 વર્ષથી વધુ ના નેતાઓને નિવૃત્તિ આપી દેવાતી હોય છે. યેદીયુરપ્પા પણ જાણે છે કે તેઓ પોતાના સ્વાસ્થ્યને આગળ કરીને તેઓ સુકાન સંભાળવા સક્ષમ છે. તેઓ બહુમતી સાબિત કરીને વધુ એક વખત સત્તા મેળવી શકે છે. જેથી હાઇકમાન્ડની સૂચના કે આદેશને અવગણીને ઓપરેશન કમલ પાડી દીધું છે અને ગમે તે સમયે વિધાનસભામાં બહુમતી સાબિત કરી દઈને પોતે ફરીથી મુખ્યમંત્રીની ખુરશી પર બેસી શકે એમ છે.
જ્યારથી ગઠબંધન સરકાર બની છે ત્યારથી યેદિયુરપ્પા અને સ્થાનિક નેતાઓ સરકાર પાડવા માટે પ્રયત્નશીલ રહ્યા છે. જોકે એ વાત અલગ છે કે આ કામમાં આજે યેદીયૂરપ્પા ને સફળતા મળી નથી. પરંતુ વિશેષજ્ઞોનું માનીએ તો આ વખતે યેદિયુરપ્પા નું મિશન સફળ થઈ શકે એમ છે અને હાઈ કમાન્ડ પણ લોકસભા ચૂંટણીમા કર્ણાટકમાંથી મળેલી બમ્પર સીટો નું ઇનામ વળતર યેદિયુરપ્પાને આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.