હિમવર્ષા વચ્ચે સેકંડો શ્રદ્ધાળુઓએ કર્યા બાબા કેદારના દર્શન- જુઓ મન પ્રફુલ્લિત કરતો વિડીયો

Kedarnath Viral Video: વાતાવરણમાં હાલ ફેરફાર થવાના કારણે ગુજરાત (Gujarat) રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદ (Unseasonal rain) વર્ષી રહ્યો છે. ત્યારે બીજી તરફ લોકો ઉનાળુ વેકેશન માણવા માટે ઉત્તર ભારત સાઈડ (North India) નીકળી પડ્યા છે. અનેક લોકો કેદારનાથ (Kedarnath), બદ્રીનાથ (Badrinath), હરિદ્વાર (Haridwar) અને ઋષિકેશ (Rishikesh) જેવી યાત્રાએ નીકળી પડ્યા છે. અનેક એવા લોકો હશે જે કોઈને કોઈ કારણસર કેદારનાથ જેવા મહા પવિત્ર ધામો પર જઈ શકતા નથી.

આજે અમે તમને સાક્ષાત કેદારનાથના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ. બાર જ્યોતિર્લિંગ માનું એક મહત્વનું જ્યોતિર્લિંગ ગણવામાં આવતું કેદારનાથ ઉત્તરાખંડમાં આવેલું છે, આ અંગે આપ સૌ જાણતા જ હશો. ત્યારે હવે ભક્તોના દર્શન માટે ભગવાન કેદારનાથના દ્વાર ખુલ્લા મુકીદેવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ભગવાન કેદારનાથના દ્વાર ખુલ્લા થતા કેદારધામમાં ભક્તોની ભારે ભીડ ભગવાનના દર્શને પહોંચી હતી અને ભગવાનના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરતા હોય છે. કેદારનાથના મંદિરના મુખ્ય પૂજારી જગદ્ગુરુ રાવલ ભીમ શંકર લિંગ શિવાચાર્યએ કેદારનાથના મંદિરના દરવાજા ખોલ્યા હતા. કેદારનાથ મહાદેવ સુધી પહોંચવા માટે અનેક એવી જરૂરી ગતિવિધિ માંથી પસાર થવાનું રહેતું હોય છે.

કેદારનાથ ધામની યાત્રા શરુ કરતા પહેલા સ્વાસ્થ્ય તેમજ જરૂરી અનેક ખાસ બાબતોનો ખ્યાલ રાખવાનો હોય છે. હાલ કેદારનાથ મંદિરનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, આ વાયરલ વિડીયોને  જોઈને તમે ભગવાન કેદારનાથના પણ દર્શન કરી શકો છો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ખૂબ જ અદભુત અને સુંદર દ્રશ્યો છે, સૌ કોઈ ભગવાન કેદારનાથની ભક્તિમાં લીન થયા હતા.

વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેદારનાથ મંદિરમાં ભારે બરફ પડી રહ્યો છે પરંતુ ભક્તો પર થોડી પણ તેની અસર નથી થઈ રહી. શ્રદ્ધાળુઓ છત્રી લઈને  કેદારનાથ ધામના દર્શન માટે, ઊભેલા જોવા મળી રહ્યા છે, ખરેખર આવા દૃશ્યો દરેક વ્યક્તિના મનમાં ભક્તિનો અનોખો મોહ જગાડી દે તેવો વિડિયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *