આજે અમે તમને પીઝાની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ જે ખુબ જ સરળ છે. આ બન પીઝા ખાવામાં પણ ખુબ જ ટેસ્ટી લાગે છે. તમે આ બન પિઝાનો ચીઝી પિઝા ફ્લેવર સાથે આનંદ લઈ શકો છો. આ રેસીપી દિવસના કોઈપણ સમયે બનાવી શકાય છે.
બન પિઝાની સામગ્રી
4 બન
1/2 કપ કેપ્સીકમ, સમારેલા
1/2 કપ ડુંગળી, સમારેલી
1 લસણ, સમારેલ
1 કપ ચીઝ, છીણેલું
ઇટાલિયન સીઝનિંગ્સ
જરૂર મુજબ મીઠું
માખણ
બન પિઝા કેવી રીતે બનાવશો
સૌ પ્રથમ બન લો અને મધ્યમાં છિદ્ર બનાવીને તેને ઉપરથી બહાર કાઢો.
એક કડાઈમાં માખણ નાંખો અને કેપ્સીલમ, ડુંગળી, લસણ, મીઠું અને ઈટાલિયન સીઝનીંગ નાખીને સાંતળો.
ત્યારબાદ એક મિનિટ માટે બન્સને ગરમ કરો.
બાદમાં આ બનની અંદર સોસ અથવા પીઝા સોસ મૂકો અને થોડું છીણેલું ચીઝ ઉમેરો.
તેના પર આ તળેલા શાકભાજી નાખો અને ઉપરથી થોડી ઇટાલિયન સીઝનિંગ્સ અને થોડું ચીઝ નાખો. આમ તૈયાર છે ટેસ્ટી બન પિઝ્ઝા..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.