સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટ અનુસાર આઈસલેન્ડની સરકાર ત્યાંની મહિલાઓ સાથે લગ્ન કરનાર અપ્રવાસીઓને દર મહિને 5000 ડોલર આપે છે. આ પોસ્ટ પર હજારો લોકો કોમેન્ટ કરી ચુક્યા છે તો અનેક લોકો તેને શેર કરી વધારે વિગતો મેળવવા તલપાપડ થઈ રહ્યા છે.
આ પોસ્ટ અલગ અલગ પેજ પર છેલ્લા કેટલાય સમયથી શેર થઈ રહી છે. પરંતુ શું છે આ પોસ્ટ પાછળનું સત્ય તે કોઈ જાણતું નથી.
આ પોસ્ટ વાયરલ થતા તેની સત્યતા ચકાસવામાં આવી ત્યારે જાણવા મળ્યું તે આવી કોઈ જ ઓફર કે યોજના આઈસલેન્ડ સરકારની નથી. આ પોસ્ટનો ઉપયોગ માત્ર યૂઝર્સ અને રીડર્સને આકર્ષિત કરવા માટે કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ 2016થી વાયરલ છે. પરંતુ તેમાં જરા પણ સત્ય નથી. વર્ષ 2016માં પણ આ પોસ્ટ ફેક હોવાની વાત એક સ્થાનિક વેબસાઈટએ કરી હતી. સત્ય એ છે કે આ દેશમાં કોઈપણ અપ્રવાસી ત્યાંની સ્થાનિક મહિલા સાથે લગ્ન કરે તો તેને સરકાર કોઈ રકમ ચુકવી નથી.