ગુજરાત: દહેજ GIDC માં અચાનક ભભૂકી ઉઠી આગ, આગની જ્વાળાઓ 10 કિમી દુર સુધી દેખાઇ – જુઓ વિડીયો

Published on: 11:46 am, Sat, 17 October 20

ગુજરાતમાં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત દહેજમાંથી આવી જ એક ઘટનાના સામે આવી છે. દહેજમાં આવેલ કડોદરા ગામ પાસે ખેતરોમાંથી પસાર થતી ONGC ની પાઈપમાં મોડી રાત્રે અચાનક ધડાકા સાથે બ્લાસ્ટ થતા પાઈપમાં આગ ભભૂકી ઉઠી હતી.

ONGC ની પાઈપમાં શુક્રવારે સાંજના સમયે કોઇ કારણેસર અજાનક આગ ભભુકી ઉઠી હતી. આ આગની જ્વાળાઓ લગભગ 10 કિલોમીટર દુરથી જોવા મળી રહી હતી. આ સમગ્ર ઘટના બનતાની સાથે જ ઘટના સ્થળ ઉપર લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. ત્યાર બાદ ત્યાં હાજર લોકોમાંથી કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી.

આ ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયરબ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પોહચી ગઈ હતી. અને આગ ઉપર કાબુ મેળવવાનું કં શરુ કરી દીધું હતું. ઓએનજીસી દ્વારા પણ તાકીદે પાઇપલાઇનનો પ્રવાહી બંધ કરવામાં આવતાં આગ વધુ પ્રસરી ન હતો. મોડી રાત્રે આગ એકંદરે કાબુમાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle