કોરોના મહામારી દરમિયાન રાત્રી કર્ફ્યું લાગુ કરવામાં આવ્યું છે, ત્યારે બીજી તરફ દારૂની હેરાફેરી થતી હોય છે. આ ઉપરાંત અડધી રાત્રે દારૂની મહેફિલ મણાતી હોય તેવા કેસો સતત પોલીસની નજરે ચડે છે. આવા કેસોની સંખ્યા ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહી છે. રાત્રી કર્ફ્યું દરમિયાન એવા ઘણા કેસો સામે આવે છે જેમાં દારૂની મહેફિલ મણાતી હોય છે. આ દરમિયાન સુરતમાંથી ફરીવાર આવી જ ઘટના સામે આવી છે.
જાણવા મળ્યું છે કે, સુરતના પાંડેસરામાં દારૂની મહેફિલ માણતા શખ્સોએ ઇન્ડસ્ટ્રીયલ દુકાન પર પથ્થરમારો મારો કર્યો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. આ બુટલેગરો એક દુકાનની આગળ દારૂની મહેફિલ માણવા બેઠેલા હોવાથી તેમને ટકોર કરતા મામલો ગંભીર બન્યો હતો અને હોબાળો મચી જવા પામ્યો હતો.
આ દરમિયાન બેફામ બનેલા બુટલેગરોના ઇન્ડસ્ટ્રીયલ દુકાન ઉપરાંત માણસોએને પણ પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું હતું જેથી ઉદ્યોગપતિઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગપતિઓએ આરોપ લગાવતા જણાવ્યું કે, GIDCની તમામ ગલીઓમાં હપ્તાખોર પોલીસ કર્મચારીઓની મહેરબાનીઓથી અડ્ડાઓ ચાલી રહ્યા છે. આ દરમિયાન તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જતા લોકો ભેગા થઈને આ ન્યુશન્સ બંધ કરાવવા માટે રજુઆત કરી રહ્યા છે.
View this post on Instagram
આ ઉપરાંત ઉદ્યોગપતિઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, GIDCની તમામ ગલીઓમાં હપ્તાખોર પોલીસ કર્મચારીઓની મહેરબાનીઓથી ઘણા અડ્ડાઓ ચાલી રહ્યા છે. આમાં પોલીસ પણ તેમની સાથે મળેલી હોવાથી આ અંગે પોલીસ તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતા નથી. જેના કારણે બુટલેગરો બેફામ બન્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.