સુરત શહેરમાં અવારનવાર અનેક કૌભાંડો સામે આવતા હોય છે. ત્યારે હવે સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક મસ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. વરાછા વિસ્તારમાંથી સ્ટાર્ટપ ઇન્ડિયાના નામે મોટું ટેબ્લેટ કૌભાંડ બહાર આવતા હડકંપ મચી જવા પામ્યો છે.
સ્ટાર્ટપ ઇન્ડિયાના ટેબ્લેટ કૌભાંડમાં સુરત શહેરના 15 હજાર જેટલા વિદ્યાર્થીઓ સાથે ટેબ્લેટ આપવાના નામે તેમની પાસેથી પૈસા લઈને છેતરપીંડી આચરવામાં આવી છે. ત્યારે આ અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચને જાણ થતા 15 હજાર વિધાર્થીઓના 70 લાખ કરતા પણ વધારે રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે.
મસમોટા ટેબ્લેટ કૌભાંડમાં યશ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ ના માલિક સાવન ખેની અને અન્ય બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ ટેબ્લેટ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે તો આગામી સમયમાં પોલીસ તપાસ દરમિયાન જ જાણવા મળશે. હાલમાં પોલીસ દ્વારા પોતાના ચક્રો ગતિમાન કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે, વિધાર્થીઓ કે વાલીઓ આ કોરોના કાળમાં ઓનાલીન શિક્ષણ માટે સસ્તા ભાવ માં ટેબ્લેટ મળી રહે તેવું ઈચ્છતા હોય છે, પરંતુ તેનાં બદલામાં વિધાર્થીઓ પાસેથી ટેબ્લેટના નામે પૈસા લઈને છેતરપીંડી કરવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાના બાળકોને શિક્ષણ મળી રહી તે માટે ટેબ્લેટ ખરીદતા હોય છે પરંતુ તેનો ફાયદો ઉઠાવીને છેતરપિંડી કરવામાં આવે છે તે કેટલું યોગ્ય કહી શકાય?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.