ફક્ત 10 રૂપિયાની લેતી-દેતીમાં ભરૂચમાં પાડોશીએ ધારિયાના ઘા ઝીંકીને કરી યુવાનની નિર્મમ હત્યા

સમગ્ર રાજ્યમાં ગુનાખોરીનાં પ્રમાણમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે ચોરી, લુંટફાટ જેવી ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. આની સાથોસાથ હત્યાના બનાવોમાં પણ સતત વધારો થવા જઈ રહ્યો છે એમ છતાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવતા નથી. આજના સમયમાં 10 રૂપિયા માટે કોઈ વ્યકિતની હત્યા થાય તે વાત માન્યમાં ના આવે.

જયારે આવી જ એક સત્ય ઘટના ભરૂચમાં આવેલ મક્તમપુર બોરભાઠા બેટ વિસ્તારમાં 10 રૂપિયા જેવી મામૂલી રકમ માટે એક યુવકની હત્યા કરી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવાને તેની પાડોશમાં જ રહેતા વ્યકિતને 10 રૂપિયા આપવાનો ઈન્કાર કરતા ઉશ્કેરાયેલ પાડોશીએ ધારિયાનો ઘા ઝીંકીને હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે.

ભરૂચના મકતમપૂર બોરભાઠા બેટ વિસ્તારનાં ટેકરા ફળિયામાં રહેતા 45 વર્ષનાં સતપાલસિંગ રાઠોડ સવારના સમયે તેમના ઘર નજીકના ઝાડ પાસે બેઠા હતા. આ દરમિયાન તેમની પાડોશમાં રહેતા દેવન વસાવાએ તેઓને માથાના ભાગે ધારિયાના ઘા ઝીંકતા તેઓ લોહી લુહાણ થઈને ઢળી પડ્યા હતા.

સ્થાનિકોને આ અંગેની જાણ થતાંની સાથે જ તેઓ પહોંચી ગયા હતા તેમજ ઇજાગ્રસ્ત સતપાલસિંગને ખાનગી વાહનમાં સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે, સારવાર મળે એનાં પહેલા જ તેનું મોત થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ જાણકારી પ્રમાણે આરોપી દેવેન વસાવાએ મૃતક પાસે 10 રૂપિયાની માગણી કરી હતી.

જે ભોગ બનનારે આપવાનો ઈન્કાર કરતા ઉશ્કેરાઈને હત્યા નિપજાવી હતી. બનાવને કારણે C ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો તેમજ આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. આમ, સમગ્ર ઘટના સામે આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *