ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)માં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ(Pramukh Swami Maharaj Shatabdi Mahotsav)ની ઉજવણીનો ભવ્ય કાર્યક્રમની શરૂઆત થઈ ચુકી છે જેમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હજારો હરિભક્તો રાત-દિવસ જોયા વગર સેવા કરતા હતા ત્યારે આજે વિશાળ જગ્યામાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો કાર્યક્રમ નિહાળવા દેશ-વિદેશથી લાખો લોકો આવવાના છે.
મહત્વનું છે કે, પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની તૈયારી દરમિયાન એક દુઃખદ સમાચાર સામે આવ્યા હતા. જેમાં પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી સેવામાં પૂજ્ય નિર્મલ કીર્તિ સ્વામી પણ જોડાયા હતા તેમને 2011 માં પ્રમુખસ્વામી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી.
જણાવી દઈએ કે, સારંગપુરમાં અભ્યાસ કર્યા પછી તેઓ મુંબઈમાં રહીને સત્સંગ પ્રવુતિની સેવા કરી હતી હાલ તેઓ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં જોડાયા હતા ત્યારે તેમને અચાનક હૃદયનો હુમલો આવતા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.
પણ તેઓ ટૂંકી સારવાર દરમિયાન ધામમાં પધાર્યા હતા. આ વાતના સમાચાર સાંભળીને અનેક હરિભક્તો ગમગીન થઈ ગયા હતા. નિર્મલ કીર્તિ સ્વામી અક્ષરવાસી થતા સંતો અને હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
મહત્વનું છે કે, આ ભવ્ય કાર્યક્રમમાં અનેક લોકો પોતાના કામ ધંધા અને પરિવારને છોડીને સેવા કાર્યમાં પહોંચી ગયા છે જે તેમની પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા છે. જે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ 600 એકરની જમીનમાં જોવા મળશે જ્યાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ જોવા મળશે. જેનું ઉદ્ઘાટન મહંતસ્વામી મહારાજ અને નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.