Surat માં અમેરિકાથી આવેલા યુવકનો આપઘાત; સાતમાં માળેથી પડતું મૂકી આપી દીધો જીવ- મરતા પહેલા કહ્યું…

Surat: સુરત શહેરમાં વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. ચાર દિવસ પહેલા યુએસએ થી Surat સંબંધીને ત્યાં આવેલા એના યુવકે સાતમાં માળેથી પડતું મૂકી જીવ આપી દીધો હતો. ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. મરતા પહેલા યુવકે સંબંધીઓને કહ્યું કે, “હું કૂદીને જીવ આપી રહ્યો છું..” ને તરત જ ગેલેરીમાં જઈ મોતની છલાંગ લગાવી દીધી. આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ છે.

અમેરિકામાં રહેતા 38 વર્ષીય દિપેશભાઈ રમણલાલ ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતો હતો. થોડા દિવસ પહેલા જ દીપેશ તેના કાકા બીમાર પડતા તેના ખબર અંતર પૂછવા અમેરિકાથી Surat આવ્યા હતા. ગઈકાલે એટલે કે સોમવારના રોજ દીપેશભાઈ સિટી લાઇટના આર્જવ ટાવરમાં તેના સંબંધીના ઘરે આંટાફેરા મારી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ દિપેશભાઈ બારીની બહાર નજર કરી બોલ્યા ‘હું અહીંથી કૂદી રહ્યો છું’ અને પળવારમાં પડતું મૂકી જીવન ટૂંકાવી દીધું.

ઘટના અંગે જાણકારી મળી છે કે, બારીમાંથી કુદ્યા બાદ દિપેશભાઈ બહારના ભાગે રહેલો પતરાનો ભાગ પકડી લીધો હતો, જેથી પરિવારના સભ્યોએ દિપેશભાઈ ને બચાવવાની કોશિશ કરી પરંતુ દીપેશભાઈનો હાથ છટકી જતા ધડામ દઈને નીચે પટકાયા હતા. જોરથી નીચે પછડાતા દિપેશભાઈ નું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ બનાવ અંગે પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તજવીજ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, દિપેશભાઈ માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હતા, આ જ કારણે તેમના લગ્ન પણ નહોતા કરાવવામાં આવ્યા. માનસિક બીમારીથી કંટાળી દીપેશભાઈ આપઘાત કર્યાનું સામે આવ્યું છે. પોલીસે જણાવતા કહ્યું કે, દિપેશભાઈ ની બહેન અને માતા પિતા અમેરિકા ખાતે રહે છે, દીપેશ પણ અમેરિકામાં જ હતો. તેના માતા પિતાએ ભારત આવવાની ના પાડી હતી, છતાં તે અહીં આવ્યો હતો.

આ ઘટનામાં દિપેશનો ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ત્યારબાદ પોલીસે દીપેશના માતા પિતા સાથે વાતચીત કરી હતી. ત્યારે દીપેશના માતા પિતા માનસિક બીમારી હોવાનું જણાવ્યું હતું. અમેરિકા રહેતા દિપેશના માતા પિતાએ વધુમાં જણાવ્યું કે, અમે તો દીપેશને ભારત જવા માટે ના પાડી હતી, છતાં જીવ કરીને તે ભારત આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *