તમિલ નાડુના મદુરાઈ શહેરમાં એક 65 વર્ષીય વૃદ્ધા છેલ્લાં 19 વર્ષથી પબ્લિક ટોઇલેટમાં રહે છે. કુરાપાઈ મદુરાઈના રામનદ વિસ્તારમાં પબ્લિક ટોઇલેટ સાફ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ રોજના માંડ 70 થી 80 રૂપિયા કમાય છે.
કુરાપાઈએ ન્યૂ એજન્સી ANIને જણાવ્યું કે, મેં સીનિયર સિટિઝન પેંશન માટે ઘણી બધી વાર અરજી કરી છે, પણ મને કલેક્ટર કાર્યાલય તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી. હું અહીં સાફ-સફાઈ કરીને પૈસા કમાવું છું.
Madurai: 65-year-old Karuppayi has been living in a public toilet in Ramnad for past 19 years, & earning her livelihood by cleaning the toilets & charging a meager amount from public for using it. #TamilNadu pic.twitter.com/UA1Zmo0pNS
— ANI (@ANI) August 22, 2019
આવક માટે અન્ય કોઈ સાધન ન હોવાથી આ વૃદ્ધાને જાહેર શૌચાલયમાં કામ કરવું પડે છે. તેમણે કહ્યું કે, મારી એક દીકરી છે, પણ તે ક્યારેય મને મળવા આવતી નથી. હું દિવસના 70થી 80 રૂપિયા કમાઈ લઉં છું. મારી પાસે ઘર ન હોવાથી હું અહીં જ રહું છું.
સોશિયલ મીડિયા પર કુરાપાઈના સમાચાર ઘણા વાઇરલ થઈ રહ્યા છે, અને ઘણા લોકો તેમની મદદ કરવા માટે પણ આગળ આવ્યા છે.