સોશિયલ મીડિયા : જમ્મુ કાશ્મીરમાં 370 કલમ હટાવવા પર પાકીસ્તાની કલાકારો ની લાય બળી

કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને લઈ ઐતિહાસિક પગલું ઉઠાવ્યું છે. જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ હટાવવાનો તથા લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરીને નવું રાજ્ય બનાવવાની જાહેરાત ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કરી છે. સરકારના આ નિર્ણયને દેશે વધાવી લીધો છે. જોકે, આપણાં પડોશી રાજ્ય પાકિસ્તાનને આ નિર્ણય બિલકુલ પસંદ આવ્યો નથી. પાકિસ્તાનના જાણીતા સેલેબ્સે આખી દુનિયાને આ અંગે અવાજ ઉઠાવવાની અપીલ કરી છે.

કોણે શું કહ્યું?

1. હમઝા અલી અબ્બાસી


પાકિસ્તાની એક્ટેર હમઝા અલી અબ્બાસીએ કહ્યું હતું, હું પાકિસ્તાનના તમામ કલાકારોને અપીલ કરું છું કે તેઓ પોતાનો અવાજ કેમ ઉઠાવતા નથી. કાશ્મીર માટે અવાજ ઉઠાવો..

2. માહિરા ખાન


શાહરુખ ખાનની ફિલ્મ ‘રઈસ’ ફૅમ માહિરા ખાને કહ્યું હતું, જેના પર આપણે ચર્ચા કરવા માગતા નથી. તેના પર આપણને સહજતાથી ચૂપ કરાવી દેવામાં આવે છે. આ રેતી પર લાઈન બનાવવા જેવું છે. જન્નત સળગી રહ્યું છે અને આપણે ચૂપચાપ રડી રહ્યાં છીએ.

3. માવરા હોકેન


‘સનમ તેરી કસમ’માં કામ કરી ચૂકેલી માવરા હોકેને કહ્યું હતું, UNHCR ક્યાં છે? શું આપણે અંધારામાં જીવી રહ્યાં છીએ. હ્યુમન રાઈટ માટે અગણિત વિરોધ થયા, તે તમામ અધિકાર, નિયમોનું શું થયું..શું તેનું કોઈ મહત્ત્વ છે?

4. હરિમ ફારુક


એક્ટ્રેસ હરિમ ફારુકે કહ્યું હતું, દુનિયા શાંત કેમ છે? કાશ્મીરમાં થઈ રહેલી નિર્મમતાને કેમ અવગણવામાં આવે છે? અત્યારે પોતાનો અવાજ ઉઠાવવાનો સમય છે. આ સમય કાશ્મીરને સાથ આપવાનો છે. આ અન્યાયને પૂરો કરવાની જરૂર છે.

5. અલી રહેમાન


આર્ટિકલ 370ને નાબૂદ કરવો કાશ્મીર માટે જોખમી, ઉદ્ધત તથા અન્યાયકર્તા છે. ખરાબ પરિસ્થિતિને વધુ ખરાબ કરવી તે કોઈ પણ જાતનો ઉપાય નથી. આ પ્રદેશ તથા કાશ્મીરી લોકો આના માટે હકદાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *