પાકિસ્તાન: હાલમાં પાકિસ્તાનમાં મોટા પાયે આતંકી હુમલો થયો છે. ચીની એન્જિનિયરો અને પાકિસ્તાની સૈનિકોવાળી બસમાં આઈઆઈડી વિસ્ફોટ થયો છે. જેમાં 8 ચીની એન્જિનિયરો સહિત 8 લોકોનાં મોત થયાનું જાણવા મળ્યું છે. ઘાયલ થયેલા ઘણા લોકોની હાલત ગંભીર છે.
પાકિસ્તાન તરફથી મળેલા અહેવાલો અનુસાર, બસ દસૂ ડેમ પર કામ કરતા ચીની એન્જિનિયરોને લઇને હતી. 30 ઇજનેરો અને કર્મચારીઓ બસમાં સવાર હતા. બસની રક્ષા પાકિસ્તાની સૈનિકો કરી રહ્યા હતા. ત્યારે અચાનક બસમાં બ્લાસ્ટ થયો. અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયા હોવાની માહિતી મળી છે.
ઘાયલ થયેલા ઘણા લોકોની હાલત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે. પાકિસ્તાનના સ્થાનિક મીડિયા મુજબ, મૃતદેહો અને ઘાયલોને દસુ આરોગ્ય કેન્દ્ર મોકલવામાં આવ્યા છે. ડેપ્યુટી કમિશનર મોહમ્મદ આરીફે કહ્યું કે, વિસ્ફોટની તીવ્રતા અને તેના વિશે વધુ જાણવા તપાસ ચાલુ છે.
આ પહેલા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં પાકિસ્તાની સૈન્ય પર આતંકવાદી હુમલો થયો હતો. પાકિસ્તાની સેના પર આ હુમલો હંગુમાં થયો હતો. આ હુમલામાં પાકિસ્તાની સેનાના કેપ્ટન અબ્દુલ બાસિત સહિત 12 જવાનો શહીદ થયા હતા, જ્યારે 15 સૈનિકો ઘાયલ થયા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે, આતંકીઓએ કેટલાક સૈનિકોને પણ બંધક બનાવ્યા હતા.
માનવામાં આવે છે કે, આ હુમલા પાછળ તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) જવાબદાર છે. છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાની સેના દ્વારા ખુર્રમ વિસ્તારમાં TTP આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન, TTPના આતંકીઓએ હુમલો કર્યો હતો. કેપ્ટન અબ્દુલ બાસિત ખાન આ મિશન લીડ કરી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.