હાલમાં ગુજરાતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. તંત્ર દ્વારા સૂચક પગલાઓ લેવાય રહ્યા છે. ત્યારે હજી સુધી રાજ્ય કે કેન્દ્ર સરકારે કોઈ યોગ્ય અને સ્પષ્ટ ફંડ ફાળવવામાં આવ્યું નથી. મુખ્યમંત્રીએ પોતાના ફંડમાં દાન મેળવવા અપીલ કરી હતી જેને લઈને અનેક સંસ્થાઓ, મંદિરો, શાખાઓ, અખાડાઓ આ માટે મદદ માટે આગળ આવ્યા છે ત્યારે દાનવીર સમાજમાં ગણાતો પાટીદાર સમાજ પણ ગુજરાતીઓની મદદે આવ્યો છે.
પાટીદાર સમાજની અલગ અલગ સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન નો ધોધ વહાવ્યો છે. સરદાર ધામ સંસ્થાએ મુખ્યમંત્રી રાહત ફંડમાં વીસ લાખનો ચેક અર્પણ કર્યો છે. સૌરાષ્ટ્ર પટેલ સમાજ નિકોલ ના દિનેશ કુંભાણી અને ટીમ દ્વારા કલેકટરને ચેક આપીને મુખ્યમંત્રી રાહત ફંડમાં પંદર લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી રાહત નીધિ ફંડમાં ૨૧ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરાઇ છે. ઉમિયા માતાજી સંસ્થા, ઊંજા દ્વારા પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં પંદર લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે.
સુરતના આ બિલ્ડરે પોતાની કન્સ્ટ્રક્શન સાઈટ પર 400 બેડ ની હોસ્પિટલ બનાવવા સરકારને કરી ઓફર