“લોકો ભાજપના નેતાઓને મત આપી દે એટલે નેતા અમીર થઈ જાય છે અને જનતા ગરીબ જ રહી જાય છે”: ઈસુદાન ગઢવી

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ દહેગામ તાલુકાના રખિયાલ ગામ ખાતે મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી સાથે હવે આખું ગુજરાત જોડાઈ રહ્યું છે. ચાલુ વરસાદમાં, ભાજપના ગંદા વિકાસમાં હજારો કાર્યકર્તાઓ એ આમ આદમી પાર્ટીના જોઈનીંગ કાર્યક્રમમાં હાજરી આપી છે તે બદલ સૌનો આભાર. આમ આદમી પાર્ટી, ભ્રષ્ટ ભાજપ કરતા ગુજરાતમાં દસ ઘણું વધારે આપવા જઈ રહી છે. આમ આદમી પાર્ટી ને મત એટલે કે, જનતા ના એક મત ની કિંમત 10 લાખ રૂપિયા છે. તમારો એક મત તમને 10 લાખ નો ફાયદો કરાવી શકે છે.

વધુમાં જણાવતા તેમને કહ્યું કે, દરેક નેતા ફક્ત ચૂંટણી વખતે જ જનતા પાસે મત માંગવા આવી જાય છે. જ્યારે જનતા મત આપી દે એમને એટલે નેતા અમીર થઇ જાય પણ જનતા તો ગરીબ જ રહી જાય છે. ભાજપ સરકાર થી જનતા હવે સંતુષ્ટ નથી, નેતાઓ ઉપર થી જનતા નો વિશ્વાસ ઉઠવા માંડ્યો છે. સૌ કોઈ મોંઘવારી અને બેરોજગારી થી પરેશાન છે. બધી પાર્ટીઓ આવે છે ને ફક્ત વાયદાઓ કરીને જાય છે. પણ દેશમાં એકમાત્ર કેજરીવાલ સરકાર એવી છે જેને કરેલા બધા વાયદા પુરા કર્યા છે અને જનહિત માટે કાર્ય કર્યું છે. આજે ગુજરાતમાં ‘એક મૌકો કેજરીવાલ ને’ મુહિમ ચાલી રહી છે અને ગુજરાતના લોકો તેમાં જોડાઈ રહ્યા છે. ગુજરાતના ઈમાનદાર અને ભણેલા ગણેલા લોકો મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે કેમકે, અરવિંદ કેજરીવાલ એ હંમેશા કામ ની રાજનીતિ કરી છે.

કોંગ્રેસ ના સક્રિય સભ્યો અને વિભિન્ન ગામ ના સરપંચો જેમને હંમેશા સામાન્ય જનતા માટે પગલાં ભર્યા છે તે મોટી સંખ્યા માં આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. ઈસુદાન ગઢવી એ તેમનું નામ અને પદવી જણાવતા કહ્યું કે,

1) વિષ્ણુભાઈ જી. પટેલ જે સહકારી મંડળી- ઉડાન ના પૂર્વ સભ્ય રહી ચૂક્યા છે.
2) રાજુસિંહ એ. ઠાકોર જે હાલમાં કોંગ્રેસ પાર્ટી ના સક્રિય સભ્ય છે.
3) હસમુખભાઈ બી. જાની જે હાલમાં કોંગ્રેસ પાર્ટી ના સક્રિય સભ્ય છે.
4) ગુગાજી ઠાકોર જે સામેત્રી ગામ ના સરપંચ પદે છે.
5) શંકરભાઇ પટેલ જે પાટનાકુવા ગામ ના સરપંચ પદે છે.
6) કમુબેન પરબતસિંહ ઝાલા જે જીવરાજ જી ના મુવાડા ગામ ના સરપંચ પદે છે.
7) ભીખુસિંહ ધુલસિંહ ઠાકોર જે સામેત્રી ગ્રામ પંચાયતના સભ્ય છે.
8) અશોકકુમાર મોતીભાઈ પટેલ જે સામેત્રી ગ્રામ પંચાયતના સભ્ય છે.
9) પોપટજી ચંદુજી રાઠોડ જે સામેત્રી ગ્રામ પંચાયતના સભ્ય છે.
10) શૈલેષભાઇ આત્મારામ રાઠોડ જે સામેત્રી ગ્રામ પંચાયતના સભ્ય છે.
11) વિદુરસિંહ પરબતસિંહ જે એસ.એ મુવાડા ગામ ના સરપંચ પદે છે.
12) જશવંતસિંહ ઝાલા જે સામેત્રી ગામ થી કરણીસેના ના સભ્ય છે.
13) જાલમસિંહ બાબુસિંહ જે શક્તિ કેન્દ્ર-સામેત્રી ના પ્રમુખ પદે છે.
14) કે.કે. (ડેપો મેનેજર)જે ઘણા બધા ગામોની જનસેવા ગતિવિધિઓમાં સક્રિય છે.

આ તમામ મહાનુભાવો એક મોટી સંખ્યામાં પોતાના કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઇ રહ્યા છે. કેમકે, આમ આદમી પાર્ટી જ એક એવી પાર્ટી છે જે સૌને સાથે આગળ લઈને ચાલવાનું કાર્ય કરે છે. ત્યારબાદ દરેક મહાનુભાવો ને સન્માનપૂર્વક ટોપી અને ખેસ પહેરાવીને સંપૂર્ણ હૃદય થી ઈસુદાન ગઢવી એ આમ આદમી પાર્ટી માં સ્વાગત કર્યું.

ગુજરાતની આમ જનતા સાથે સાથે બીજી પાર્ટીના ઈમાનદાર નેતા અને કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. બીજી પાર્ટીના ઈમાનદાર નેતા અને કાર્યકર્તાઓ હવે સમજી ગયા છે કે જો ગુજરાત નું ભલું કરવું હોય, ગુજરાત ની જનતા માટે કાર્ય કરવું હોય, તેમના દ્વારા અત્યાર સુધી કરેલી મહેનત નું ફળ લોકો ને આપવું હોય તો ગુજરાતમાં ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટી જ એક એવી પાર્ટી છે જેની સાથે જોડાઈ ને તે જનકલ્યાણના કાર્યોમાં યોગદાન આપી શકાય છે.

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી એ પણ ભાજપ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપ સરકાર આજ સુધી પાણી, નહેર માટે ઘણા કાયદાઓ લાવી છે પણ ક્યારેય નહેરો માટે કોઈ કાર્ય કર્યું નથી. ખેડૂતો ની રાય જાણ્યા વગર જ ખેડૂતો માટે કાયદાઓ લાવી છે, જે ક્યારેય ખેડૂતો માટે લાભદાયી સાબિત થયા નથી. ભાજપે હંમેશા ભ્રષ્ટાચાર જ કર્યો છે પરંતુ દિલ્હીમાં આમ આદમી પાર્ટી એ સુશાસન સ્થાપિત કરી બતાવ્યું છે. જે હવે આપણે બધા એ સાથે મળીને ગુજરાત માં પણ કરવાનું છે.

આમ આદમી પાર્ટીના દરવાજા હંમેશા ભણેલા ગણેલા ને ઈમાનદાર લોકો માટે ખુલ્લા જ છે. લોકકલ્યાણ માટે કાર્ય કરવા વાળા દરેક વ્યક્તિ ને આમ આદમી પાર્ટી હંમેશા આવકારે છે. ગુજરાતમાં હવે પરિવર્તન દૂર નથી તેનું પ્રમાણ દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી સાથે જોડાતા ગુજરાત ના લોકો જ છે. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી સહિત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી પણ આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *