ભાજપ દ્વારા રાષ્ટ્રવાદ નો મુદ્દો રંગેચંગે ઉડાવવામાં આવી રહ્યો છે ત્યારે ભાજપના જ સહયોગી દળ ના મુખ્યમંત્રી એ કરેલી હરકતને કારણે ભાજપ ફિક્સમાં મુકાયું છે. બિહારના દરભંગામાં યોજાયેલી આવી જ એક ચૂંટણી સભાનો રસપ્રદ વિડિયો બહાર આવ્યો છે. જેમાં મંચ પરથી પીએમ મોદી વંદે માતરમ… ના નારા લગાવતા નજરે પડે છે ત્યારે મંચ પર હાજર નિતિશકુમાર સીવાયના તમામ નેતાઓ ખુરશી પરથી ઉભા થઈને PM મોદીની જેમ જ મુઠ્ઠીઓ વાળીને સાથે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવતા દેખાય છે. એક માત્ર નિતિશકુમાર ખુરશી પરથી ઉભા થતા નથી. નારા લગાવવાનુ લગભગ પૂરૂ થાય છે ત્યારે નિતિશકુમાર ખુરશી પરથી ઉભા થાય છે.
એવી અટકળો થઈ રહી છે કે, ભારત માતા કી જય અને વંદેમાતરમના નારા નહી લગાવીને નિતિશકુમાર પોતાની વોટ બેન્કને સાચલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેને રાજકારણમાં તમામ દરવાજા ખુલ્લા રાખવાના પ્રયત્ન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. વંદેમાતરમના નારા નિતિશકુમાર નથી લગાવી રહ્યા તે જોઈને વિપક્ષ આ મુદ્દે એનડીએ ગઠબંધને ટાર્ગેટ પણ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સભામાં આવતી વખતે સ્ટેજ પર નરેન્દ્ર મોદી દ્વારા નીતીશ કુમાર સાથે હાથ પણ મિલાવમાં આવ્યો નહતો.