એમ.એસ.યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનની વાઈસ પ્રેસિડેન્ટ સલોની મિશ્રા સહિતની વિદ્યાર્થીનીઓ પર એસિડ એટેકની ધમકી આપનાર પઠાણ ગ્રૂપના આગેવાન ઝુબેર પઠાણની ધરપકડ બાદ પોલીસે તેને મરઘો બનાવવાની સજા આપી હોવાની પણ વિગતો બહાર આવી છે.
પોલીસ મથકમાં તેને મરઘો બનાવતો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઝુબેર પઠાણ રડતા રડતા એવુ કહેતો સંભળાય છે કે, મેરા નામ ઝુબેર ખાન હે, મેં એમ એસ યુનિવર્સિટીમાં ગુંડાગર્દી કરતા હું, મેં કીસી ભી લડકી કે સામને નહી દેખુંગા ઔર પઢાઈ કરુંગા, આજ સે મેં મુરઘા બન ગયા હું…
પોલીસે તેની પાસે કૂકડે કૂકના અવાજો પણ કરાવ્યા હતા.
અત્યાર સુધી યુનિવર્સિટી કેમ્પસમાં પઠાણ ગ્રૂપના દમ પર વિદ્યાર્થીઓને દમદાટી આપનાર ઝુબેર પોલીસ મથકમાં ઢીલો ઢસ થઈ ગયો હતો.
યુનિવર્સિટી વિદ્યાર્થી યુનિયનની વીપી સલોની મિશ્રાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પઠાણ ગ્રુપના સભ્યો છોકરીઓ જતી આવતી હોય ત્યારે તેમને છેડે છે. ગંદી કોમ્પેન્ટ પણ કરે છે. આ લોકો છોકરીઓને ફસાવીને તેમને બ્લેક મેઇલ પણ કરે છે. લવ જેહાદ કરવામાં આવતા હોવાના સ્ફોટક આક્ષેપો કર્યા હતા. મેરીડ હોય તેવા લોકો પણ વિદ્યાર્થીઓને ફસાવી રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે ગ્રુપના સભ્યો છોકરીઓને ફસાવે છે. છોકરીઓ શરમ અને ડરના કારણે આગળ આવતી નથી. જોકે અમે આવા તત્વો સામે અમારી લડાઇ ચાલુ રાખીશું.
પઠાણ ગેંગના પરિણામો જાહેર કરવામાં નહીં આવે
યુનિવર્સિટીના રજીસ્ટારે જણાવ્યું હતું કે જ્યાં સુધી તપાસ સમિતિનો રીપોર્ટ નહીં આવે ત્યાં સુધી ઝુબેર પઠાણને કેમ્પસમાં પર પ્રવેશવા પર પ્રતિબંધ જાહેર કરાયો છે અને જે પણ વિદ્યાર્થીઓ આ ઘટનામાં સંડોવાયેલા છે, તે તમામના પરિણામો જાહેર કરવામાં નહીં આવે. રિપોર્ટ જાહેર નહીં થાય ત્યાં સુધી અન્ય જગ્યાએ પ્રવેશ પણ નહીં આપવામાં આવે.
એસીડ એટેકની ધમકી આપનાર ઝુબેર પઠાણ સહિત સાત વિદ્યાર્થીઓની સયાજીગંજ પોલીસે શનિવારે ગુન્હો નોંધીને ધરપકડ કરી હતી. જેમાં પઠાણ ગેંગના તમામ સભ્યો જામીન પર છૂટી ગયા હતા. જોકે રવિવારે સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જી.સોલંકીએ જણાવ્યું હતું કે પઠાણ ગેંગના તમામ સભ્યોની કલમ 151 હેઠળ અટકાયત કરવામાં આવી છે.
એસીડ એટેકની ધમકી સંદર્ભ વીપી સલોની મિશ્રાએ રાજ્યના ગૃહ મંત્રીને ફોન કરીને ફરીયાદ કરી હતી. ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ હોમ મીનીસ્ટ્રીમાં એફઆઇઆરની કોપી મોકલવી આપવા જણાવ્યું હતું અને કોઇનાથી ડરવાની જરૂર નથી તેવું પણ કહ્યું હતું. આ ઉપરાંત વીપીએ સીએમઓ,દિલ્હી મહિલા આયોગ અને યુનિવર્સિટી ગ્રીવન્સ સેલને પણ ઇ-મેઇલ થી ફરીયાદ કરી હતી.
પઠાણ ગેંગના સભ્યો યુનિવર્સિટીમાં ક્યાં અભ્યાસ કરે છે
– ઝુબેર પઠાણ, અભ્યાસ પૂર્ણ થઇ ગયો છે
– ફઝલ પઠાણ, એમએ પાર્ટ 2,આર્ટસ ફેકલ્ટી
– અકિલ પઠાણ, ઇકોનોમીકસ, ત્રીજું વર્ષ, આર્ટસ ફેકલ્ટી
– અતિયુલ પઠાણ, ઇકોનોમીકસ, બીજુ વર્ષ, આર્ટસ ફેકલ્ટી
– સાજીદખાન પઠાણ, એટીકેટી, આર્ટસ
– મોહસીન પઠાણ, પીજી ડિપ્લોમા, કોર્મસ ફેકલ્ટી
– રૂસ્તમખાન પઠાણ, ઇકોનોમીકસ, બીજી વર્ષ, આર્ટસ ફેકલ્ટી
– કલીમખાન પઠાણ, ત્રીજુ વર્ષ, આર્ટસ ફેકલ્ટી