હાલમાં સ્પા પાર્લરના નામે કેટલીય જગ્યાએ દેહવ્યાપારના ગોરખ ધંધા ચાલી રહ્યા છે. જયારે મોટા શહેરોની વાત કરવામાં આવે તો સ્પા પાર્લરના નામે જાતીય સંભોગના ધંધા મોટા પ્રમાણમાં વધી ગયા છે. જયારે પોલીસને જાણકારી મળતા અર્બન સ્પા મસાજ પાર્લરમાં ચાલતા દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો છે. કહેવાય છે કે આ સ્પા પાર્લરમાં ઘણા દિવસોથી દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો. આ સ્પા પાર્લર પર દરેક પોલીસ સ્ટેશનોની પોલીસની સંયુક્ત ટીમ મળીને એક સાથે દરોડા પાડ્યા છે.
દરોડા દરમિયાન સ્થળ પરથી બે છોકરાઓ અને ચાર છોકરીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો રાવતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મસવાનપુરનો છે. પોલીસ અચાનક સ્પા પાર્લરમાં પહોંચતા જ નાસભાગ મચી ગઈ હતી. પોલીસની ટીમે સ્પાને ચારે બાજુથી ઘેરી લીધું હતું, જેથી છોકરા-છોકરીઓ ભાગી ન જાય.
પોલીસ દ્વારા સ્પામાં દરોડા પાડતા જ બધા પોલીસને જોઇને મોઢું છુપાવીને સંતાઈ ગયા હતા. અર્બન સ્પા મસાજ પાર્લર અન્ડર ગ્રાઉન્ડ ફ્લોરમાં ચલાવવામાં આવી રહ્યો હતો. દરોડા વખતે મોટી સંખ્યામાં મહિલા પોલીસ પણ સાથે હાજર રાખવામાં આવી હતી. પોલીસને સ્પાના રૂમમાંથી જાતીય સંભોગ માટે વપરાતી વાંધાજનક સામગ્રી મળી આવી હતી. હાલ પોલીસ અધિકારી સમગ્ર મામલાની તપાસ કરી દેહવ્યાપારના નેટવર્ક સાથે સંકળાયેલા લોકોની તપાસ કરી રહી છે.
આ બનાવ આગાઉ પણ કર્નલગંજ પોલીસે આર્ય નગર સ્થિત સ્પા પાર્લર પર દરોડા પાડ્યા હતા. ત્યારે પોલીસે મિઝોરમની ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકોની અટકાયત કરી હતી. એવું કહેવાય છે કે, કાનપુરમાં દેહવ્યાપારનો કાળો કારોબાર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આમ છતાં પોલીસને આ ગોરખ ધંધાની જાણે જાણ જ ન હોય તેવી રીતે આંખ આડા કાન કરી રહી છે. બજાર અને રહેણાંક વિસ્તારમાં ચાલતા દેહવ્યાપારના ગોરખ ધંધો સમાજમાં ઝેર ઓકાવી રહ્યો છે. આવા મામલામાં કડકમાં કડક કાર્યવાહી થવી જરૂરી છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે સ્થાનિક લોકો જાગૃત થઇ આ અંગેની પોલીસને જાણકારી આપે અને પોલીસનો સાથ આપે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.