સ્વતંત્રતા દિવસે મોદીજીએ કહ્યું: “હજુ નવી સરકારને 10 સપ્તાહ પણ થયા નથી અને કર્યા આ કામ”. જુઓ વિડીયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે 73માં સ્વતંત્રતા દિવસે છઠ્ઠી વખત લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યો છે.આ અવસરે તેમણે આપેલા સંબોધનમાં જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે 73માં સ્વતંત્રતા દિવસે છઠ્ઠી વખત લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યો છે.આ અવસરે તેમણે આપેલા સંબોધનમાં જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ 370 અને રાજ્યના લોકોને વિશેષ અધિકાર આપતા અનુચ્છેદ 35Aને હટાવવાની વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ નિર્ણયનો વિરોધ કરનારાઓને પુછવા માંગીશ કે આ અનુચ્છેદ જરૂરી હતો, આનાથી ભાગ્ય બદલાવાનું હતું તો 70 વર્ષોમાં બહુમતી હોવા છતા તેને અસ્થાયી કેમ રખાયો, તેને સ્થાયી કેમ ન કરાયો? અમે સમસ્યાઓને ટાળતા નથી અને પાળતા પણ નથી. જે કામ 70 વર્ષમાં ન થયું, તે નવી સરકાર બનવાના 70 દિવસમાં જ કરી બતાવ્યું. સંસદના બન્ને ગૃહોમાં બે તૃતાંયીશ બહુમતી સાથે આ બિલ પાસ થયું છે. રાષ્ટ્રને સંબોધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, વસ્તી વિસ્ફોટને રોકવા માટે સામાજીક જાગૃતતા જરૂરી છે.

મોદીએ અનુચ્છેદ 370 પર કહ્યું- જે કામ 70 વર્ષમાં ન થઈ શક્યું, તે અમે 70 દિવસમાં કરી બતાવ્યું.

તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવીને અમે સરદાર પટેલનું સપનું પુરુ કર્યું છે. અનુચ્છેદ 370ને હટાવવો ત્રણ તલાક વિરોધી કાયદો બનાવવો અને આતંકવાદ વિરોધી લડાઈ મજબૂત કરવા જેવા પગલા ભરવા , ખેડૂતો માટે પેન્શન યોજના શરૂ કરી છે. દેશમાં જળસંરક્ષણની જરૂર છે. આ માટે જળ શક્તિ મંત્રાલય બનાવાયું છે. બાળકો સાથેના અપરાધને સહન નહીં કરવામાં આવે. તેને રોકવા માટે કડક કાયદો બનાવાયો. 2019 બાદનો સમય દેશની આકાંક્ષાઓને પુરો કરવાનો છે.

મોદી ચોથા નંબરે પહોંચ્યા.

  • આ સાથે જ મુગલકાલિન કિલ્લા પર મોદી સૌથી વધારે ધ્વજારોહણ કરવાના મામલામાં તેઓ ચોથા પણ પહોંચી ગયા હતા. અટલબિહારી વાજપેયી(6) બાદ મોદી સિદ્ધી હાંસિલ કરનારા બીજા બિન કોંગ્રેસી નેતા છે. પહેલા નંબર પર દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરું છે, જેમણે 17 વખત લાલ કિલ્લા પરથી તિંરગો લહેરાવ્યો છે. બીજા નબંરે ઈન્દિરા ગાંધી છે, જેમને 16 વખત આ તક મળી છે. મનમોહનસિંહ ત્રીજા નંબરે છે.
  • હું મારા અધિકારીઓને વારંવાર કહું છું કે, આઝાદીના આટલા વર્ષો બાદ સરકારની જે દરમિયાગીરી છે સામાન્ય નાગરિકો વચ્ચે શું આપણે તે દરમિયાનગીરીને ઓછી ન કરી શકીએ. આઝાદ ભારતનો અર્થ એ છે કે સરકાર લોકોના જીવનમાંથી બહાર આવે અને લોકો પોતાના જીવનમાં, પરિવાર માટે અને પોતાના સપનાઓને પુરા કરવા માટે આગળ વધી શકે.
  • ભ્રષ્ટાચાર ઊધઈની જેમ આપણા જીવનમાં ઘુસી ચુક્યો છે. આ બિમારી એટલી હદે ફેલાઈ ચુકી છે જેને ઠીક થતા ઘણો સમય લાગી શખે છે. હું માનું છું કે, વ્યવસ્થાઓમાં પરિવર્તનની જરૂર છે, પરંતુ એ પહેલા સામાજીક જીવનમાં પરિવર્તન જરૂરી છે. દેશ આઝાદીના આટલા વર્ષો બાદ પરિપક્વ થયો છે. આપણે આઝાદીનું 75માં વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ.

રાજકારણ નફા-નુકસાનથી નથી થતું.

  • જે કામ 70 વર્ષમાં થયું નથી તે અમે 70 દિવસમાં કરી બતાવ્યું છે. સબકા સાથ, સબકા વિકાસના મંત્રને લઈ અમે ચાલતા હતા, જોકે 5 વર્ષમાં દેશવાસીઓએ સબકા વિશ્વાસના રંગથી સમગ્ર માહોલને રંગી દીધો. 2014થી 2019 જરૂરીયાતોને પુરી કરવાનો સમય હતો, 2019 બાદનો ગાળો દેશવાસીઓની આકંક્ષાઓની પૂર્તિનો સમય છે, તેમના સપના પુરા કરવાનો સમય છે. અમે દેશ બદલી શકીએ છીએ, અમે પાછળ ન રહી શકીએ.
  • આપણે પડકારને સામેથી સ્વીકાર કરવો પડશે. ક્યારેક રાજકીય નફા નુકસાનથી આપણે નિર્ણય કરીએ છીએ, પરંતુ આ દેશની ભાવિ પેઢીનું નુકસાન છે. આની સાથે જોડાયેલો એક વિષય છે આપણા અહીં જનસંખ્યા વિસ્ફોટ થઈ રહ્યો છે. એક જાગૃત વર્ગ જ આ સમસ્યાને સમજી શકે છે. તે પોતાના બાળકને જન્મ આપતી વખતે સો વખત વિચારે છે કે બાળકના સપના પુરા કરી શકીશ કે નહીં, તેની જરૂરિયાતને પુરી કરી શકીશ કે નહીં. એક નાનો વર્ગ આ તમામ પાસાઓ વિચારીને પરિવારનું આયોજન કરે છે અને દેશનું ભલું કરવામાં પોતાનું યોગદાન આપે છે. નાના પરિવાર સુખી પરિવાર રાખીને તેઓ દેશનું સન્માન કરે છે.

મારું જોર ઈઝ ઓફ લિવિંગ પર.

  • મોદીએ કહ્યું આજે વિશ્વમાં વિશ્વા પેદા થયો છે કે ભારત જેવો દેશ ઈઝ ઓફ ડૂઈંગ બિઝનસમા આટલો મોટો જંપ લગાવી શક છે. જોકે મારી નજર છે ઈઝ ઓફ લિવિંગ. મારો દેશ આગળ વધે પરંતુ ઈન્ક્રીમેન્ટલ પ્રોગ્રેસ માટે હવે દેશ વધુ રાહ જોશે નહિ. આપણે હાઈ જપ લગાવવો પડશે. ભારતને ગ્લોબલ બેન્ચમાર્કની તરફ લઈ જવવા માટે અાપણે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર તરફ જવું પડશે. અમે નક્કી કર્યું છે કે આ કાર્યકાળમાં 100 લાખ કરોડ રૂપિયા અાધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર માટે રોકવામાં આવે. પછીએ હોસ્પિટલ બનાવવાની હોય કે ભારતમાલા પ્રોેક્ટ.
  • પહેલા એક જમાનો હતો જો કાગળ પર માત્ર એક નિર્ણય થઈ જાય કે એક રેલવે સ્ટેશન કોઈ એક વિસ્તારમાં બનવાનું છે. તો લોકોમાં ખુશી થતી હતી. જોકે આજે સામાન્ય નાગરિકને રેલવે સ્ટેશન બનવાથી કોઈ ખુશી થતી નથી. તેઓ પૂછે છે કે આપણા ત્યાં વંદ ભારત એક્સપ્રેસ કયારે આવશે. આજે આપણે 5 સ્ટાર રેલવે સ્ટેશન બનાવ્યે તો તેઓ એમ કહેતા નથી કે ખુબ સારું કર્યું પરંતુ એરપોર્ટ કયારે આવશે તેમ કહે છે.
  • પહેલા લોકો કહેતા હતા કે પાકા રસ્તા કયારે બનશે. પરંતુ આજે કહે છે કે ફોર લેન કે ટુ લેન. આજે ઘરની પાસે વીજળીનો વાયર અને મીટર લાગી જાય તો તેઓ પૂછે છે કે 24 કલાક વીજળી કયારે આવશે. આ બદલતા મિજાજને આપણે સમજવો પડશે. તે જે પ્રમાણે ગ્લોબલ બેન્ચમાર્કની સાથે કલીન એનર્જી, ગેસ ગ્રિડ અને ઈ-મોબિલિટી પણ જોઈશે.
  • સામાન્ય રીતે પહેલા દેશમાં સરકારની ઓળખ એવી રીતે બનતી કે સરકારે આ વર્ગ માટે શું કર્યું, આ ક્ષેત્ર માટે શું કર્યું. એટલે કે કોના માટે શું, કેટલું આપ્યું તેની પર સરકાર ચાલતી હતી. કદાચ તે સમયની એ જ માંગ હતી. જોકે હવે દેશને કયાં લઈ જવો જોઈએ, આપણે બધા મળીને દેશ માટે શું કરીશું. એ વિશે વિચારવું અને જીવું તે સમયની માંગ છે. આ કારણે 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમીનું સપનું જોયું છે.
  • 130 કરોડ દેશવાસીઓ જો નાની ચીજોને લઈને નીકળી પડ્યા તો સપનું સાકાર થઈ જશે. કેટલાક લોકોને મુશ્કેલ લાગશે. પરંતુ પગલું ભરવામાં આવશે નહિ તો આગળ કઈ રીતે વધીશું. આઝાદીના 70 વર્ષ બાદ અમે દેશને 2 ટ્રિલિયન ડોલર ઈકોનોમી પર પહોંચાડ્યો છે. 5 વર્ષની અંદર 2 ટ્રિલિયનથી 3 ટ્રિલિયન પહોંચી ગઈ. 70 વર્ષમાં આપણે આટલો મોટો જપ લગાવ્યો તો આપણે આવનારા 5 વર્ષમાં 5 ટ્રિલયન ઈકોનોમિ બની શકીએ છીએ. જયારે ઈકોનોમી મજબૂત થાય છે ત્યારે લોકો માટે તકો સર્જાય છે. દેશને આર્થિક ક્ષેત્રમાં આપણે આગળ લઈ જવાનો છે.

ભારત આતંવાદને મૂકદર્શક બનીને નહીં જુએ.

  • મોદીએ કહ્યું, ભારત આતંક ફેલાવનારાઓ વિરુદ્ધ મજબૂતીથી લડી રહ્યો છે. આતંકીઓ માનવતા વિરોધી લડાઈ લડી રહ્યા છે. દુનિયામાંથી આતંકવાદને ખતમ કરવા માટે અમે બીડું ઉપાડ્યું છે. ઘણા લોકોએ અમારા પાડોશી દેશોમાં હુમલા કર્યા છે. નિર્દોષોની હત્યા કરી છે. એવામાં ભારત મૂકદર્શક બનીને નહી બેસ. આતંકના માહોલને ખતમ કરીને જ રહીશું.
  • સમય પ્રમાણે સુધારાની જરૂર હોય છે. સૈન્ય સંસાધનોના સુધારણાઓ પર પણ ઘણી ચર્ચાઓ કરાઈ છે. ઘણા રિપોર્ટ્સ પણ આવ્યા છે. તમામ રિપોર્ટ્સ એક જ સમસ્યાને પ્રકાશ આપી રહ્યા છે. આપણા ત્રણ આર્મી, એરફોર્સ, અને નેવીએ એક સાથે આગળ વધવું જોઈએ. જ્યારે એક દળ એક ડગલું આગળ હોય અને બીજું પાછળ હોય તેવું ન ચાલે. સૌને સાથે મળીને ચાલવું પડશે. આજે હું એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરું છું. ચીફ ઓફ ડિફેન્સના પદની રચના કરીશું, જેથી ત્રણેય સેનાઓને એક પ્રભાવશાળી નેતૃત્વ મળશે. સાથે જ ત્રણેય સેનાઓ માટે આપણા સુધારણાનું સપનું પણ પુરું થશે.

સ્થાનિક ઉત્પાદકોને પ્રાથમિકતા આપો.

  • મોદીએ કહ્યું કે, મેક ઈન ઈન્ડિયામાં જે મિશન આપણે લીધું છે તેને આપણે પુરુ કરવું જોઈએ. આપણે પ્રેરણા લેવી જોઈએ કે આપણા દેશમાં જે બને છે, તેને આપણે પ્રાથમિકતા આપીશું. આપણે લોકલ પ્રોડક્ટ્સને પ્રાધાન્ય આપવું જોઈએ. જે ગામમાં બને છે તેને પ્રાથમિકતા આપવી જોઈએ. આવું કરવાથી જ આપણા લઘુ ઉદ્યોગોને બળ મળશે અને દેશની ઈકોનોમીમાં પણ આ પ્રાથમિકતા મદદરૂપ સાબિત થશે.
  • આપણું રૂપે કાર્ડ આવનારા સમયમાં અન્ય દેશો પણ જોશે. આપણા દેશના નાના વેપારમાં પણ આપણે ડિઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવું જોઈએ. આપણા દુકાનદારો બોર્ડ લગાવે છે કે આજે રોકડા કાલે ઉધાર, હવે આપણે બોર્ડ લગાવવું જોઈએ કે ડિઝીટલ પેમેન્ટને હાં, રોકડને ના.

રાસાયણિક વસ્તુઓનો ઓછો વપરાશ કરો.

  • મોદીના જણાવ્યા પ્રમાણે- હું ખેડૂતો પાસે કઈક માંગ ઈચ્છું છું. આ ધરતી અમારી માતા છે. શું આપણે ક્યારેય ધરતી માતાના સ્વાસ્થ્યની ચિંતા કરી છે. આપણે જે રીતે કેમિકલ ખાતરોનો ઉપયોગ કરી રહ્યાં છીએ તે આપણી ધરતી માતાનો નાશ કરી રહ્યાં છીએ. આપણને ધરતી માતાનો નાશ કરવાનો કોઈ હક નથી. આઝાદીના 75 વર્ષ થનાર છે. શું આપણે 10 ટકા, 20 ટકા, 25 ટકા કેમિકલ ફર્ટિલાઈઝરનો પ્રયોગ ઓછો કરીશું. મારા ખેડૂતો મારી આ માંગને પુરી કરશે તેવો મને વિશ્વાસ છે.
  • આપણા દેશના પ્રોફેશનલ્સને વિશ્વ માને છે. આપણું ચંદ્રયાન ઝડપથી ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે, જયાં કોઈ ગયું નથી. એ જ રીતે રમતના મેદાન પર પણ આપણે ખૂબ જ ઓછા દેખાતા હતા. આજે 18થી 22 વર્ષના આપણા છોકારા-છોકરીઓ તમામમાં જોવા મળે છે. આપણે દેશમાં ફેરફાર કરવાનો છે. દેશના વડાપ્રધાન પણ તમારી જેમ દેશના નાગરિક છે. આવનારા સમયમાં ગામડાઓમાં 1.5 લાખ વેલનેસ સેન્ટર બનાવશે.

2022 પહેલા પરિવાર સાથે દેશના 15 પર્યટન સ્થળો પર જાવ

  • વડાપ્રધાને કહ્યું કે, હું આજે તમામ પરિવારને વિનંતી કરું છું ક, જ્યારે દેશ આઝાદીના 73માં વર્ષની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે શું તમે નથી ઈચ્છતા કે તમારું બાળક આપણા દેશની બારીકાઈને જુએ અને સમજે? કોણ આવું ન ઈચ્છતું હોય કે અમારા બાળકો આ દેશની માટી સાથે જોડાય. આપણે ગમે તેટલા આગળ વધી જઈશું તો પણ દેશની માટી સાથે હંમેશા જોડાયેલા રહીશું. ભારતનું સામર્થ્ય ઉજાગર કરવા માટે હું આપ સૌને એક વિનંતી કરું છું કે, 2022 પહેલા પોતાના પરિવાર સાથે ભારતના ઓછામાં ઓછા 15 પર્યટન સ્થળોની મુલાકાત લો. કઠિન પર્યટન સ્થળો કે જ્યાં હોટેલ ન હોય અથવા સુવિધાઓ ન હોય તેવા સ્થળોએ જઈને તેને યોગ્ય બનાવવા માટે પોતાનો ફાળો આપો. જો તમે જવાનું શરૂ કરશો તો દુનિયાના ઘણા લોકો ત્યાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *