અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર લગ્નપ્રસંગમાં જતી ખાનગી બસ 25 ફૂટ નીચે પડી: બે લોકોના કમકમાટી ભર્યા મોત

Ahmedabad-Vadodara Express accident: ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગઈ સાંજે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ(Ahmedabad-Vadodara Express accident) વે પર નડિયાદ નજીક એક ખાનગી…

Ahmedabad-Vadodara Express accident: ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગઈ સાંજે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ(Ahmedabad-Vadodara Express accident) વે પર નડિયાદ નજીક એક ખાનગી લકઝરી બસ એકાએક રોડની સાઈડમાં પલટી ખાઇ ગઇ હતી. જેમાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે.

108 એમ્બ્યુલન્સ બનાવ સ્થળે દોડી આવી
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ નડિયાદ નજીક અચાનક પલટી મારીને રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. જેના પગલે બસની અંદર બેઠેલા મુસાફરોએ બૂમાબૂમ કરી મૂકી હતી.તેમજ મુસાફરો ભરેલી બસ રેલિંગ તોડીને 25 ફૂટ નીચે પડી હતી.જે બાદ અકસ્માત અંગેની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ બનાવ સ્થળે દોડી આવી હતી.આ ઉપરાંત પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો જે બાદ અન્ય લોકોને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બે વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ખાનગી લક્ઝરી બસ પલટી જતા બે વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. બસમાં સવાર લોકોને બહાર કાઢવા માટે એક્સપ્રેસ હાઇવેની ટીમ કામ રહી છે. ભાણાના લગ્ન હોવાથી નડિયાદ ખાતે આવી રહ્યા હતા. જેના પગલે ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો છે.

ઇજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.તેમજ અકસ્માતમાં દિનેશભાઇ ભાવનીચકર શાહ અને દેવ દેવેન્દ્રભાઇ શાહનું હૃદયદ્રાવક મોત થયું હોવાનું સામે આવ્યું છે.જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.તેમજ પોલીસ દ્વારા ટેન્કર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.