ગુજરાત(Gujarat): દક્ષિણ ગુજરાત(South Gujarat) એ ગુજરાત ભાજપ(BJP)ના પ્રદેશ અધ્યક્ષ CR પાટિલનો ગઢ ગણવામાં આવે છે. જ્યારે CR પાટીલ(CR Patil)ના ગઢ ગણાતા એવા દક્ષિણ ગુજરાતમાં ગાબડું પડ્યું છે. વાત કરવામાં આવે તો ગઈકાલે ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે તેમના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. ત્યારે હવે વધુ એક રાજીના માંથી દક્ષિણ ગુજરાતના રાજકારણમાં હલચલ તેજ બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર આહવા ભાજપ મંડળ પ્રમુખ સંજય ડી વ્યવહારે એ પોતાના હોદ્દા પરથી સ્વૈચ્છિક પણે રાજીનામું આપી દીધું છે.
મહત્વનું છે કે ડાંગ જિલ્લામાં ભાજપનું આંતરિક વિગોહાર ચરમસીમાએ પહોંચી ગયો છે. ત્યારે વધુ એક રાજીનામું પડતા દક્ષિણ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આહવા ભાજપ મંડળ પ્રમુખ સંજય ડી વ્યવહારે એ પોતાના પતિથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને એમના લેટરપેડ ઉપર રાજીનામું મોકલી આપ્યું છે. જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસથી ડાંગ ભાજપ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે ખૂબ જ વિખવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ વિવાદ વધુ વકરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને બે રાજીનામાં બાદ અન્ય કેટલાય હોદ્દેદારો પણ રાજીનામાં આપે તેવી શક્યતાઓ લાગી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે વધુ એક ભાજપ મંડળ પ્રમુખે રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાયું છે.
ગઈકાલે જ ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવાર દ્વારા તેમના હોદ્દા પરથી રાજીનામું ધરી દેવામાં આવ્યું હતું. તેઓએ પોતાના લેટરપેડ પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ પ્રમુખ CR પાટીલને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો હતો.
તેમણે લખતા કહ્યું હતું કે, ‘હું ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું જે સ્વીકારવા વિનંતી છે.’ આ લેટરપેડની નીચે દશરથ પવારે સહી પણ કરેલ છે. છેલ્લા ઘણા સમયથી ડાંગ ભાજપ સંગઠન અને ચૂંટાયેલ પાંખ વચ્ચે વિખવાદ ચાલતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.