Result of Talati and Junior clerk exam declared: એપ્રિલ મહિનામાં યોજયેલી જુનિયર ક્લાર્ક અને મે મહિનામાં યોજાયેલી તલાટી કમ મંત્રીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે બે મહિનાથી પરિણામની(Result of Talati and Junior clerk exam declared) રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યું છે. આજે પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા એક સાથે પરિણામ જાહેર કર્યું છે.
આ સાથે જ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની એક યાદી પણ જાહેર કરવામાં આવી છે. તલાટીની પરીક્ષા પૂરી થતાં જ પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું છે કે, જૂન મહિનામાં તલાટી મંત્રીની પરીક્ષાનું રિઝલ્ટ આપવાની અમારી નેમ છે. જે તેમણે આજે સાચી સાબિત કરી હતી.
ગ્રામ પંચાયત સેક્રેટરીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ યોજાયેલી તલાટી કમ મંત્રી નીસ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીનું પ્રોવિઝનલ રિઝલ્ટ મંડળની ઓફિસીયલ વેબસાઇટ https://gpssb.gujarat.gov.in ઉપર મૂકવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થી પોતાના માર્કસ જોઇ શકશે અને તેની પ્રિન્ટ પણ કડવી શકે.અને સાથોસાથ, પ્રમાણપત્ર ચકાસણી હેતુ માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ મંડળનીઓફિસીયલ વેબસાઇટ ઉપર મુકવામાં આવ્યું છે.
જેમાં સમાવિષ્ટ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણીની પ્રક્રિયા સૂચના/જાહેરાત હવે પછી મંડળની ઓફિસીયલ વેબસાઇટ ઉપર મુકવામાં આવશે. વિદ્યાર્થી 20 જૂનથી ઓનલાઇન ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના રહેશે, પરંતુ આ માટેની ચોક્કસ તારીખ-સમયગાળો અને તે માટેની વિસ્તૃત સૂચનાઓ હવે પછી મંડળની ઓફિસીયલ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે.
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં સમય ઓછો મળ્યો
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન એપ્રિલ મહિનામાં કરવામાં આવ્યું હતું. 9 એપ્રિલે રાજ્યનાં 3 હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા હતા. બપોરે 12.30 કલાકથી શરૂ થયેલી પરીક્ષા 1.30 કલાક સુધી પરીક્ષા ચાલી હતી.
પંચાયતના જુનિયર ક્લાર્કના પરીક્ષા યોજાઈ હતી, પરંતુ પરીક્ષાનું પેપર લાંબું લાગ્યું હતું અને સમય પણ ઓછો પડ્યો હતો. અમદાવાદમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા દરમિયાન IG કક્ષાના અધિકારી દ્વારા ચેકિંગ કરવામાં પણ આવ્યું હતું. પરીક્ષા આપીને ઉમેદવારો પોતાના ઘર રવાના થયા હતા. જેના પગલે રાજ્યભરમાં ફાળવેલાં સેન્ટરો પરનાં બસ સ્ટેન્ડ પર મોટા પર્માણમાં ભીડ ઊમટી હતી.
તલાટીની પરીક્ષામાં પણ સરકાર પાર ઊતરી
તારીખ 7મી મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા બપોરે 12.30થી 1.30 વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાવામાં આવી હતી. જેમાં રાજ્યનાં 2697 પરીક્ષા કેન્દ્રમાં 28,814 વર્ગખંડમાં પરીક્ષા યોજાઈ હતી. ઉમેદવારોની અંગજડતી કરીને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઉમેદવારોએ બહાર નીકળતા જણાવ્યું હતું કે, પેપર થોડું લાંબું હતું, અને સમય ઘટ્યો પણ પેપર સારું રહ્યું છે.
બૂટ-ચપ્પલ અને મોજા બહાર ઉતારવામાં આવ્યાં હતાં
ઉમેદવારો જ્યારે પરીક્ષા આપવા માટે આવ્યા ત્યારે તેઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, તેમાં કડકપણે ચેકિંગ કરી અને ત્યારબાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જમાલપુરની એફડી હાઇસ્કૂલમાં જે પણ ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવ્યા હતા. તેમાં જે ઉમેદવારોએ બુટ પહેર્યા હતા, તેઓને બુટ અને મોજાં પોલીસે કઢાવ્યાં હતાં, ત્યારબાદ ચેક કરી પછી પ્રવેશ આપવામાં આવ્યો હતો.
મને આજથી અઠવાડિયા પહેલા ચિંતા હતીઃ હસમુખ પટેલ
તલાટીની પરીક્ષા સારી રીતે પૂર્ણ થતાં હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું છે કે, ગયા વખતે પહેલીવાર હતું એટલે કદાચ ઉત્સાહ વધારે હતો, આવો ઉત્સાહ આજની પરીક્ષામાં નહીં રહે તેવી મને આજથી અઠવાડિયા પહેલા ચિંતા હતી. પણ જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા તેમ તેમ વધુને વધુ લોકો જોડાતા ગયા. ગામડાઓમાં લોકો પોતાના નંબર શેર કર્યા અને ઉમેદવારોની રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.