સંભાલ જિલ્લા હોસ્પિટલમાં કૂતરા દ્વારા મૃતદેહ લઇ જવાનો વીડિયો વાયરલ થતાં એક સફાઈ કામદાર અને વોર્ડ બોયને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ સાથે, હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓમાં તૈનાત ડોકટરો અને ફાર્માસિસ્ટ્સ પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે.
જિલ્લા હોસ્પિટલના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ (સીએમએસ) ડો.સુશીલ વર્માએ શુક્રવારે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ બાદ સફાઇ કર્મચારી અને વોર્ડ બોયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને કટોકટી સેવામાં તૈનાત ડોક્ટર અને ફાર્માસિસ્ટ પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ કેસમાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જે તપાસમાં દોષી સાબિત થશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્ય તબીબી અધિકારી ડો.અમિતા સિંહે પીટીઆઈ-ભાષાને જણાવ્યું હતું કે, સંભલ જિલ્લા હોસ્પિટલની આ ઘટના ખૂબ જ દુ:ખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે અને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, સીએમએસ દ્વારા રચાયેલી તપાસ સમિતિનો અહેવાલ 24 કલાકમાં આવશે અને દોષી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે, સંભાલ જિલ્લામાં અકસ્માતમાં અમરોહાની 15 વર્ષની બાળકી ઘાયલ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેનું મોત નીપજ્યું હતું. કૂતરો હોસ્પિટલમાં રાખવામાં આવેલી યુવતીની ડેડબોડી ખેંચી રહ્યો હતો. આ ઘટનાના આશરે 20 સેકંડનો એક વીડિયો વાયરલ થયો છે.
संभल में स्वास्थ्य सेवाओं की रोंगटे खड़े कर देने वाली खौफनाक तस्वीर आई सामने।जिला अस्पताल में स्वास्थ्य कर्मियों की लापरवाही की वजह से स्ट्रेचर पर रखे बच्ची के शव को कुत्तों ने नोच कर खाया। जांच करा लापवाही बरतने वालों के खिलाफ हो सख्त कार्रवाई। शोकाकुल परिवार के प्रति संवेदना! pic.twitter.com/3tgEHCTQpb
— Samajwadi Party (@samajwadiparty) November 26, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle