Redmi Note 9 Pro અને Pro Max ભારતમાં થયો લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણી ચોંકી જશો.

ચાઈનાની સ્માર્ટફોન કંપની Xiaomiએ ભારતમાં Note સીરિઝના તેના નવા સ્માર્ટફોન લોન્ચ કરી દીધા છે. Xiaomiએ Redmi Note 9 Pro અને Redmi Note 9 Pro Max ભારતમાં લોન્ચ કરી દીધા છે. Redmi Note 9 Pro Maxમાં ભારતમાં ISRO દ્વારા ડેવલપ કરવામાં આવેલું પોઝિશનિંગ સિસ્ટમ NavIC આપવામાં આવ્યું છે. Redmi Note 9 Proનું વેચાણ 17 માર્ચથી શરૂ થઈ રહ્યું છે.

જેને તમે Mi હોમ કે એમેઝોન પરથી ખરીદી શકો છો. તો Redmi Note 9 Pro Maxનું વેચાણ તારીખ 25 માર્ચથી શરૂ થશે. Redmi Note 9 Pro Maxમાં 6.67 ઈંચનું એચડી ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 720G પ્રોસેસર આપવામાં આવ્યું છે.

Redmi Note 9 Pro Maxમાં 4 રિયર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાઈમરી કેમેરો 64 મેગાપિક્સલનો છે. 119 ડિગ્રી અલ્ટ્રા વાઈડ એન્ગલ લેન્સ અને 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. જેને પંચ હોલ કેમેરો પણ કહી શકાય છે.

Xiaomiના Redmi Note 9 Pro Maxમાં 5020mAhની બેટરી આપવામાં આવી છે અને તેની સાથે જ 33 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ પણ આપવામાં આવ્યું છે. ફિંગરપ્રિંટ સ્કેનર સાઈડમાં આપવામાં આવ્યું છે. Xiaomiએ Redmi Note 9 Pro Max સ્માર્ટફોનને ઑરોરા બ્લૂ, ગ્લેસિયર વ્હાઈટ અને ઈન્ટરસ્ટેલર બ્લેક વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે.

Redmi Note Pro Max

6GB રેમ+64GB – 14,999 રૂપિયા

6GB રેમ+128GB- 16,999 રૂપિયા

8GB રેમ+128GB- 18,999 રૂપિયા

Redmi Note Pro– બે વેરિઅન્ટમાં લોન્ચ

4GB રેમ+64GB – 12,999 રૂપિયા

6GB રેમ+128GB- 15,999 રૂપિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *