આત્મવિશ્વાસ એ સારી બાબત છે પણ વધુ પડતો આત્મવિશ્વાસ તમને ડુબાડી દે છે. આવું જ કંઈક અમિતાભ બચ્ચનના ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ 14’માં થયું હતું. હોટ સીટ પર બેઠેલા શાશ્વત ગોયલ નવી દિલ્હીથી KBC માં જોડાવા માટે આવ્યા હતા. 9 વર્ષના સતત પ્રયત્નો પછી, તેનું નસીબ ચમક્યું અને તેને બિગ બી સાથે રમવાનો મોકો મળ્યો, પરંતુ તેણે તેમાં એક નાની ભૂલના કારણે કરોડપતિ માંથી લખપતિ બની ગયો હતો. તમને જણાવી દઈએ કે, શાશ્વત એકલો જ KBC માં આવ્યો હતો. શાશ્વતની માતાનું સપનું હતું કે, તેનો દીકરો પણ હોટસીટ પર બેસે… પરંતુ પોતાનું સપનું સાકાર થતું પણ ન જોઈ શકી માતા. કારણ કે, કોરોનાની બીજી લહેરમાં શાશ્વતની માતાનું અવસાન થયું હતું.
વાસ્તવમાં ‘કૌન બનેગા કરોડપતિ 14’નો પ્રોમો બે-ત્રણ દિવસ પહેલા આવ્યો હતો. જેમાં બતાવવામાં આવ્યું હતું કે નવી દિલ્હીના શાશ્વત ગોયલ એક કરોડ રૂપિયા જીત્યા છે અને તે 7 કરોડ 50 લાખનો સવાલ રમી રહ્યા છે. તેણે એક વિકલ્પ લોક કર્યો હતો. જો કે, તેમાં તે દર્શાવવામાં આવ્યું નથી કે તે આ રકમ જીત્યો છે કે નહિ. હવે જ્યારે ગઈકાલે રાત્રે તેનો આખો એપિસોડ ટેલિકાસ્ટ થયો ત્યારે સત્ય સામે આવ્યું છે.
શાશ્વત ગોયલ એક કરોડ જીતીને સિઝનનો બીજો કરોડ રૂપિયા વિજેતા બન્યો
શાસ્વત ગોયલે તેની પૂરી ગેમ બે એપિસોડમાં પૂરી કરી. પ્રથમ એપિસોડમાં, તેણે 75 લાખ સુધીનો પ્રશ્ન સુધી રમ્યા, જેમાં તેણે જીતવા માટે ઓડીયન્સ પોલ લાઈફલાઈનનો પણ ઉપયોગ કર્યો. તે જ સમયે, બીજા એપિસોડમાં બિગ બીએ તેમની સામે 1 કરોડનો સવાલ રાખ્યો હતો. પૂછવામાં આવ્યું- ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં આવેલો ભીટારી સ્તંભ કયા સામ્રાજ્યના રાજાઓની વંશાવળી નક્કી કરવાનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે? સાચો જવાબ આપીને તે આ રકમ પોતાના નામે કરીને સિઝનનો બીજો એક કરોડ રૂપિયા વિજેતા બન્યો.
શાશ્વત ગોયલ રમ્યો 7.5 કરોડનો પ્રશ્ન
હવે આ પછી તેમની સામે 7.5 કરોડનો 17મો પ્રશ્ન આવ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું કે- કઈ બ્રિટિશ સૈન્ય ટુકડીને ભારતમાં પ્રાઈમસનું સૂત્ર આપવામાં આવ્યું હતું કારણ કે તે ભારતમાં તૈનાત થનારી પ્રથમ ટુકડી હતી? તેના વિકલ્પો હતા – A – 41મી (વેલ્ચ) રેજિમેન્ટ ઓફ ફૂટ, B – 1લી કોલ્ડસ્ટ્રીમ ગાર્ડ, C – 5મી લાઇટ ઇન્ફન્ટ્રી અને ડી – 39મી રેજિમેન્ટ ઓફ ફૂટ. હવે ખૂબ વિચાર-વિમર્શ પછી જવાબ, સ્પર્ધ કે d) 39મી રેજિમેન્ટ ઓફ ફૂટને લોક કરવાનું કહ્યું. ત્યારબાદ તેણે પોતાનો જવાબ બદલી નાખ્યો અને 41મી (વેલ્ચ) રેજિમેન્ટ ઓફ ફૂટને લોક ડાઉન કરવા માટે વિકલ્પ A)ને ફાઈનલ કર્યો.
કરોડપતિમાંથી લખપતિ બન્યો શાશ્વત ગોયલ
જો કે, આ પહેલા અમિતાભ બચ્ચને તેમને ચેતવણી આપી હતી કે જો તેઓ આ પ્રશ્ન ગુમાવશે તો તેઓ સીધા 75 લાખમાં આવી જશે. આવી સ્થિતિમાં તેણે આ પ્રશ્નને સમજદારીથી રમવો જોઈએ. પરંતુ શાશ્વતે તેને ઓવર કોન્ફિડન્સમાં રમી નાખ્યો હતો. અને બસ, શાસ્વતનો જવાબ ખોટો નીકળ્યો અને તે સીધો 75 લાખે આવી પહોચ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.