ગુજરાત(GUJARAT): ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસે-દિવસે ખૂબ જ મજબૂતીથી આગળ વધી રહી છે. દરેક સમાજના અને ધર્મના લોકોની સાથે સાથે દરેક વ્યવસાય સાથે જોડાયેલા લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે અને એ જ કારણે આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં આજે સૌથી મજબૂત પાર્ટી બનીને ઊભરી રહી છે અને તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં વધુ એક ઈમાનદાર અને સજ્જન નાગરિક સામેલ થયા.
તાજેતરમાં સુરતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હી ના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી એ 300 યુનિટ મફત વીજળી ની પ્રથમ ગેરંટી આપીને સમગ્ર ગુજરાત ને નવી ભેટ આપી છે. તે જ સમયે સોનગઢ માર્કેટ યાર્ડ APMC ના ચેરમેન અને તાપી જિલ્લાના સહકારી આગેવાન અરવિંદભાઈ ગામીત અરવિંદ કેજરીવાલ જી ના હાથે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
અરવિંદભાઈ ગામીત 18 વર્ષથી સુરત ડિસ્ટ્રીક કો-ઓપરેટિવ દૂધ ઉત્પાદક યુનિયન (સુમુલ ડેરી) ના ડિરેક્ટર રહી ચૂક્યા છે. અને સાથે સાથે દૂધ ઉત્પાદક અને ખેતી સાથે જોડાયેલ સહકારી સંસ્થાઓમાં વર્ષોથી પોતાનું યોગદાન આપી રહ્યા છે. અરવિંદભાઈના રાજનૈતિક જીવન ની વાત કરીએ તો તેઓ કોંગ્રેસ પાર્ટી માં ઘણા વર્ષોથી સક્રિય રહ્યા હતા અને સુરત જિલ્લા પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે અને તે દરમિયાન હેલ્થ કમિટીના અને રોડ અને બિલ્ડીંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે.
અરવિંદભાઈ ગામીત અરવિંદ કેજરીવાલજી ના કામોથી અને તેમની કટ્ટર ઈમાનદાર નીતિઓથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે. તેઓનું માનવું છે કે દિલ્હીમાં જે પ્રમાણે જનકલ્યાણના કામો થયા છે તેવા કામો ગુજરાતમાં પણ થવા જોઈએ. દિલ્હીમાં જે રીતે શિક્ષા અને સ્વાસ્થ્યની સુવિધાઓમાં ઉત્તમ કામગીરી કરવામાં આવી છે તે આખા દેશ માટે એક ઉદાહરણ છે. આજે અરવિંદ કેજરીવાલની નીતિઓથી સમગ્ર દેશના બીજા રાજ્યો એ પ્રેરણા લેવાની જરૂર છે. ત્યારે જ આખા દેશનો વિકાસ થશે અને ભારત દેશ સમગ્ર વિશ્વમાં નંબર વન બનશે.
આજે ગુજરાતમાં ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે જનતાની મુદ્દાને ઉઠાવી રહી છે, અને આ જ કારણથી ગુજરાતના લોકો આમ આદમી પાર્ટીને દિલ ખોલીને સમર્થન આપી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા સતત પૂર અસરગ્રસ્તોને મદદ કરવાનું કામ કરવામાં આવ્યું. જે બતાવે છે કે આમ આદમી પાર્ટી ના લોકો જ સાચા અર્થમાં જનતાની સેવા કરે છે. આવા કામો ના કારણે આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી લોકોની પહેલી પસંદ બની રહેશે અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતીને જનભાગીદારીવાળી સરકાર બનાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.