સોશિયલ મીડિયા પર અનેકવિધ રેકોર્ડ હાંસલ કર્યાંની જાણકારીઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી રાજ્યમાં આવેલ ભરૂચ જીલ્લામાંથી સામે આવી છે. કોરોનાકાળમાં મહિનાઓ સુધી શાળા-કોલેજો બંધ રહેવાને લીધે શૈક્ષણિક વર્ષ 2020-21માં નિયમિત હાજરી આપનાર વિદ્યાર્થીઓનું શાળાઓ દ્વારા સન્માન કરવામાં આવે છે.
શાળાઓ બંધ હોવાને કારણે આ વર્ષની જગ્યાએ કેજીથી લઈને ધોરણ 12 સુધીમાં 100% હાજર રહેનાર વિદ્યાર્થીનીનું ભરૂચની એમિટી શાળા દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે સન્માન કરવામાં આવશે. સંજોગો વસાત એમિટી શાળામાં જ એક સમયે અભ્યાસ કરતી વિદ્યાર્થીની જે હાલમાં એ જ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહી છે.
તેણીને પણ સતત 14 વર્ષ સુધી 100% હાજરી આપવા બદલ શાળા દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. એક દીકરીનું સમ્માન કરવાં બદલ આ એક ખુબ ગર્વની વાત કહેવાય. 26 જાન્યુઆરીનાં દિવસે એક દીકરીનું સમ્માન થતું હોય આનાથી મોટી વાત શું હોય!
વિદ્યાર્થીનીનું સન્માન કરવામાં આવશે
72માં પ્રજાસત્તાક દિન નિમિત્તે કેજીથી લઈને ધોરણ 12 સુધી 100% હાજર વિદ્યાર્થીની ધ્વનિ બિરેન જાદવને શાળાની શિક્ષિકા જ્યોતિબેન વણકરના હસ્તે સન્માન કરવામાં આવશે. વિદ્યાર્થીઓ શાળામાં કાયમ હાજર રહે તો શૈક્ષણિક કાર્યમાં આગળ પડતા થાય છે.
જેમને કારણે સન્માન સમારોહનું આયોજન કરીને બીજા વિદ્યાર્થીઓને પણ 100% હાજરી નોંધાય તેવું પ્રોત્સાહન પુરૂ પડાય છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થઇ શક્યુ નથી. જ્યારે જિલ્લા કક્ષાનો ધ્વજ વંદનનો કાર્યક્રમ ભરૂચમાં આવેલ હોસ્ટેલ ગ્રાન્ટ ખાતે ઉજવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle