સુરત(ગુજરાત): મધરાત્રે સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલી પ્રાણનાથ હોસ્પિટલ નજીક કેટલાક અસામાજિક તત્વોએ રોડ બાજુએ પાર્ક કારના કાચ તોડી ચોરીનો પ્રયાસ કરતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. ચોક બજાર પોલીસ સ્ટેશનમાં કાર માલિકોએ અરજી કરી છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં પોલીસે આગળની કાર્યવાહી શરુ કરી છે.
દીપકભાઈ મૂઢવાના જણાવ્યા અનુસાર, આ ઘટના 26 મી જુલાઈના મધરાતની હતી. એક હુંડાઈ I-10 અને ઇકો કાર રોડ બાજુએ પાર્ક કરી હતી. રાત્રિના 1:40 વાગ્યાના અરસામાં કેટલાક અજાણ્યા વ્યક્તિએ હાથમાં બોથડ પદાર્થ લઈને આવે છે, અને કાર પર પથ્થર અને ફટકા મારી કારના કાચ તોડી નાખે છે. એટલું જ નહીં કારમાં ઘુસીને ચોરીનો પણ પ્રયાસ કરે છે.
વેડરોડ વિસ્તારના લોકો માટે અસામાજિક તત્વોનો વધતો આતંક ચિંતાજનક બની ગયો છે. પોલીસ પેટ્રોલિંગ વિરુધ પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. કોવિડ-19 ની માહામારી સામે રાત્રિ કર્ફ્યૂમાં કેટલાક અસામાજીક તત્વો ખુલ્લે આમ ફરી રહ્યા છે. ત્યારે પોલીસ ઊંઘી રહી હોવાનું સાબિત થયું છે. આખી ઘટનાના CCTV સાથે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રૂપી અરજી આપી છે. દીપકભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, હજુ કોઈ અસામાજિક તત્ત્વ પકડાયું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.