કતારગામ ખાતે આવેલી લલિતા પાર્ક સોસાયટીમાં રહેતા અને ટેલરીંગના વ્યવાસાય સાથે સંકાળાયેલા આધેડે તાપી નદીમાં કુદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.આધેડને તાપી નદીમાં કુદેલો જોઈને તેની પાછળ રીક્ષા ચાલકે કુદી આધેડને બચાવી લઈને 108 એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
ચોકબજાર નજીક તાપી નદી પર આવેલા મક્કાઈ પૂલ પરથી હરેશ બાબુ પટેલ કુદી ગયા હતાં. ટેલરીંગના કામકાજ સાથે સંકળાયેલા હરેશભાઈએ બેંકમાંથી હોમલોનની સાથે અન્ય લોન લીધી હતી. જેના હપ્તા માટે વાંરવાર બેંકમાંથી ફોન આવતા હતા. હપ્તા ન ભરાતા કંટાળેલા હરેશ બાબુ પટેલે મક્કાઈપૂલ પરથી તાપી નદીમાં ઝંપલાવ્યું હતું એ દરમિયાન રિક્ષા ચાલકનું ધ્યાન જતાં તેણે તાપીમાં કુદીને હરેશભાઈને બચાવી લીધા હતાં.
આ દરમિયાન સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી દેતા તાત્કાલિક હરેશભાઈને સારવાર માટે સિવિલ લાવવામાં આવ્યાં હતાં. હાલ તેમની તબિયત સાધારણ હોવાનું જાણવા મળી રહ્યું છે. હરેશભાઈને પરિવારમાં ત્રણ પુત્રો છે. આધેડને કુદતા જોઈને રિક્ષા પાર્ક કરીને ચાલક તેની પાછળ કુદી ગયો હતો અને આધેડને ખેંચીને બહાર લઈ આવ્યો હતો.
જીવના જોખમે કોઈ જ સંબંધ ન હોવા છતાં બચાવનાર રિક્ષા ચાલકને કાંઠે ઉભેલા લોકોએ બિરદાવ્યો હતો. સાથે જ તેના રેસ્ક્યુ કરતાં વીડિયો પણ મોબાઈલમાં કેદ કર્યાં હતાંસ્થાનિક રમેશ નામના યુવકએ જણાવ્યું હતું કે, તાપી નદીમાં હાલ પાણીનો પ્રવાહ વધુ છે. આધેડ બાદ રિક્ષા ચાલક કુદયો હોવાની વાતે ટોળું થઈ ગયું હતું. બાદમાં કાંઠે જઈને જોયું તો રિક્ષાચાલક આધેડને લઈને કાંઠે આવી રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.