આજે તમને એક એવી સત્ય ઘટના વિશે જણાવા જઈ રહ્યા છીએ જેના પરથી તમે શીખશો કે માનવતા કોઈ જ્ઞાતિ કે કોમ ની વિરાસત નથી હોતી. સમગ્ર ઘટના અંત સુધી જરૂર વાંચજો…
ટાઉન હોલ પાસે પાર્ક કરેલી એક વ્યક્તિની ગાડીમાં ઓટો નાં આગલા ટાયર માં કઈક ટેકનિકલ ખામી હસે જેથી એનું સંતુલન ખોરવાઈ ને એક ઉભેલી કાર સાથે અથડાય. લગભગ અકસ્માત પછી નાં દોઢ કલાક થયાં પછી કારનો ડ્રાઇવર કાર લેવા ગયો અને એને આ અકસ્માત જોઈ ને કારના માલિકને ફોન કર્યો. “સાહેબ, હું કાર પાર્ક કરીને એક કામે ગયો હતો અને એક ઓટો આપણી ગાડી સાથે ભટકાઈ છે અને એ ઓટો વાળો વ્યક્તિ દોઢ કલાક થી રાહ જોઈ ને ઉભો છે કે ગાડી વાળા ભાઈ આવે પછી એની સાથે વાતચીત કરી પછી નીકળીશ”
આ જમાનામાં કહી શકીએ કે એક બીજા સાથે વાહન અથડાવીને ભાગી જતા હોય છે પરંતુ આ જમાનામાં આ વાત જાણીને મને નવાઈ લાગી અને મનોમન કહ્યું કે માણસાઈ આજે પણ જીવે છે જેને લઈને મારી છાતી ગદ ગદ ફૂલી ગઈ. દિલમાંથી આ માણસાઈના પારખા કરવાની અને માનવતાના દર્શન કરવાની ઈચ્છા થઈ ગઈ.
કારના માલિકની સૂચના મુજબ ડ્રાઇવર ઓટો વાળા ને લઈને માલિકની ઓફિસે આવ્યો. માલિકે પૂછ્યું કેમ થયું ભાઈ?, સામે ઉભેલા ઓટો વાળાએ ખુબ જ વિનમ્રતાથી જવાબ આપ્યો અને કહ્યું કે મારા રિક્ષા નો કોઈ ભાગ તૂટી ગયો છે અને કંટ્રોલ ગુમાવી દીધો ને તમારી ગાડી સાથે મારી ઓટો ભટકાઈ ગઈ છે.
ત્યારે માલિક દ્વારા પૂછવામાં આવ્યું કે હવે તમે શું કરશો? ત્યારે ઓટો વાળાએ કહ્યું કે સાહેબ તમે કહો એમ. ત્યારે માલિક દ્વારા કહ્યું કે આમનો ખર્ચો તો ખુબ થશે પરંતુ તમે મને 10,000 રૂપિયા આપી દો બાકીનું હું જોઈ લઈશ.
ત્યારે ઓટો વાળાએ કારના માલિકને કહ્યું કે સાહેબ હું નાનો માણસ છું, 10,000 રૂપિયા ભેગા કરવામાં મારે થોડો સમય લાગશે. તમે મને થોડો સમય આપો અને હું મારી ઓટો અહિયાં મુકીને જાવ છું. જયારે પૈસા થશે ત્યારે હું પૈસા આપી જઈશ અને મારી ઓટો લઇ જઈશ. ત્યારે કારના માલિકે મનોમન કહ્યું કે, આના થી વધુ માણસાઈની પરીક્ષા લેવાની મારામાં હિમ્મત કે ક્ષમતા નહોતી.
ત્યારબાદ કારના માલિકે ઓટો વાળાને કહ્યું કે મારે પૈસા નથી જોતા. તમતમારે મજા કરો ચા પાણી પીઓ અને જાવ તમારી રિક્ષાને રીપેર કરાવો. ત્યારે ઓટો વાળાએ સાહેબને કહ્યું કે સાહેબ તમારે પૈસા નહોતા લેવા તો મને બોલાવ્યો શા માટે? ત્યારે કારના માલિકે ઓટો વાળાને જણાવતા કહ્યુ કે મારે આટલા હિમ્મત વાળા અને સિધ્ધાંત વાળા માણસનાં દર્શન કરવા હતા.
મેલા ઘેલા કપડાં માં અસ્ત વ્યસ્ત વાળ વારો એ માણસ મને બોવ મોટો લાગતો હતો. ઉભા થઈ ને ખુબ આદર સાથે એ માણસ ને વિદાઈ આપી ને જતાં જતાં કારના માલિકે તેમનું નામ પૂછ્યું. ત્યારે ઓટો વાળાએ જવાબ આપતા કહ્યું કે સાહેબ મારું નામ છે “ઇ બ્રા મ”.
ત્યારે માલિકને ક્યાંક વાંચેલી લાઈન યાદ આવી ગઈ કે, “માણસાઈ કોઈ જ્ઞાતિ કે કોમ ની વિરાસત નથી હોતી, એ તો સમગ્ર માનવજાતની ચેતના હોઈ છે”
જો મિત્રો તમને આ સમગ્ર ઘટના સાંભળી, જો તમને આ ઘટના સારી લાગી હોય તો શેર જરૂર કરજો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.