ડોકટરોનું કામ દર્દીને બચવાનું અને તેની શારવાર કરવાનું છે, પરંતુ આ ઘટના સામે આવતા તમે ચોંકી જશો. જયપુરમાં આવેલી આ હોસ્પીટલમાં આવો કેસ બન્યો હતો. આ ડોકટરે તેની હોસ્પીતામાં આવે દર્દીને બેડ પર ચડીને ઢોર માર્યો હતો, તેનો વિડીઓ અને ફોટા વાઈરલ થયો છે.
જયપુર સ્થિત રાજસ્થાનની સૌથી મોટી સરકારી હોસ્પિટલના એક ડૉક્ટરે બેડ પર ચઢીને દર્દીને માર માર્યો હતો. ડૉક્ટરે દર્દીને એટલી ખરાબ રીતે માર માર્યો હતો કે તેના મોઢામાંથી લોહી નીકળવા માંડ્યું હતું. ડૉક્ટરે સમાધાન કરાવવા આવેલા દર્દીના પરિવારજનને પણ તમાચો માર્યો હતો. આ મામલો સવાઈ માનસિંહ હોસ્પિટલનો છે.
રિપોર્ટ અનુસાર, 1 જુનના રોજ હોસ્પિટલના 1-C વોર્ડમાં ભરતી દર્દી રમેશે રેસિડન્ટ ડૉક્ટર સુનીલને પહેલા ચેકઅપ માટે આગ્રહ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, મારી તબિયત વધુ બગડી રહી છે, પહેલા મને ચેક કરી લો. આ વાત પર ગુસ્સે થયેલા ડૉ. સુનીલે લાઈનસર જ દર્દીઓને તપાસવાની વાત કરી તો બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન વિવાદ વધ્યો તો ગુસ્સામાં આવેલા ડૉ. સુનીલે દર્દી રમેશને બેડ પર ચઢીને માર માર્યો હતો.
#WATCH: A resident doctor beat up a patient in Sawai Man Singh (SMS) Medical College in Jaipur, Rajasthan, yesterday. Raghu Sharma, Medical & Health Minister of Rajasthan says,’ We have asked for a report on the video as to what really happened.’ pic.twitter.com/9mU97nwif2
— ANI (@ANI) June 3, 2019
ઘટનાના સમયે વોર્ડમાં અન્ય ઘણા દર્દીઓ અને તેમના પરિવારજનો પણ હાજર હતા. તેમાંથી જ કોઈકે આ ઘટનાના પોતાની મોબાઈલમાં વીડિયો બનાવી લીધો અને સોમવારે તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. વીડિયો વાયરલ થયા બાદ રાજ્ય માનવાધિકાર આયોગે આ મામલામાં હોસ્પિટલ અધિક્ષિક પાસે 25 જુન સુધીમાં રિપોર્ટ માગ્યો છે. તો બીજી તરફ ચિકિત્સા મંત્રી ડૉ. રઘુ શર્માએ પણ પ્રકરણની જાણકારી માગી છે. હોસ્પિટલ અધિક્ષક આ પ્રકરણને લઈને કંઈ પણ જણાવવા માટે તૈયાર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.