Ambalal Patel forecast for south Gujarat:બિપોરજોય વાવાઝોડા પછી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વચ્ચે હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel Rain forecast) વરસાદને લઈને જોરદાર આગાહી કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી તારીખ 27 થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં ગુજરાતના અતિભારે વરસાદ પડશે. તેમણે જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાનમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને લીધે અતિભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે.
એમને જણાવ્યું છે કે, ભારે વરસાદના કારણે નર્મદા અને તાપી નદીના જળ સ્તરમાં વધારો થશે. સાથે જ 10 જુલાઈ સુધીમાં સાબરમતી નદીમાં ખુબ જ પાણીની આવક થવાની શક્યતા છે. વરસાદને લઈ જળાશયો, તળાવો, બંધોમાં પાણીની આવક વધશે. જૂનના અંતમાં અને જુલાઈ મહિનાની શરૂઆતમાં જે વરસાદ પડશે તે ગુજરાતમાં પાણીની સમસ્યા હલ કરવા માટે મદદ રૂપ થશે.
મહત્વનું છે કે, બિપોરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠામાં સતત પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જોકે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરાનીય કામગીરીથી શક્ય તેટલી સતર્કતા રાખી આપદાથી લોકને જાગૃત કરાયા છે. પરંતુ ભારે પવન અને વરસાદના કારણે અનેક તારાજી સર્જાઈ રહી છે.
બનાસકાંઠામાં ભારે વરસાદ થતાં અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. સરહદીય વિસ્તાર થરાદ, ધાનેરા, સુઈગામ સહિતના વિસ્તારોમાં ખેડૂતોને બાજરી સહિતના પાકમાં ભારે પ્રમાણમાં નુકસાન થયું છે. જ્યાં ખેતરો રિતસરના બેટમાં ફેરવાયા છે. તો અનેક વૃક્ષો અને વીજપોલ પણ ધરાશાયી થયા છે. આ ઉપરાંત નદી, તળાવ અને ડેમમાં વરસાદી પાણીની આવક થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.